મારુ આયખું ખૂટે જે ઘડીયે,
ત્યારે મારા હૃદયમાં પધારજો
છે અરજી તમોને બસ એટલી,
મારા મૃત્યુને સ્વામી સુધારજો
મારુ આયખું…
જીવન નો ના કોઈ ભરોશો
દોડા દોડીના આ યુગમાં (૨ વાર)
અંતરીયાળે જઈને પડું જો,
ઓચિંતા મૃત્યુના મુખમાં
ત્યારે સાચા સ્વજન બની આવજો,
થોડા શબ્દો ધર્મના સુણાવજો
છે અરજી તમોને…
જીવવું થોડું ને જંજાળ ઝાઝી
એવી સ્થિતિ છે આ સંસારની (૨ વાર)
છૂટવા દે ના મરતી વેળાએ,
ચિંતા મને જો પરિવારની
ત્યારે દીપક તમે પ્રગટાવજો,
મારા મોહ તિમિરને હટાવજો
છે અરજી તમોને……
દર્દો વધ્યા છે, આ દુનિયામાં
મારે રિબાવી રીબાવીને (૨ વાર)
એવી બીમારી જો મુજને સતાવે,
છેલ્લી પળોમાં, રડાવીને
ત્યારે મારી મદદમાં પધારજો,
પીડા સહેવાની શક્તિ વધારજો
છે અરજી તમોને….
मारु आयखुं खूटे जे घडीये,
त्यारे मारा हृदयमां पधारजो
छे अरजी तमोने बस एटली,
मारा मृत्युने स्वामी सुधारजो
मारु आयखुं…
जीवन नो ना कोई भरोशो
दोडा दोडीना आ युगमां (२ बार)
अंतरीयाळे जईने पडुं जो,
ओचिंता मृत्युना मुखमां
त्यारे साचा स्वजन बनी आवजो,
थोडा शब्दो धर्मना सुणावजो
छे अरजी तमोने…
जीववुं थोडुं ने जंजाळ झाझी
एवी स्थिति छे आ संसारनी (२ बार)
छूटवा दे ना मरती वेळाए,
चिंता मने जो परिवारनी
त्यारे दीपक तमे प्रगटावजो,
मारा मोह तिमिरने हटावजो
छे अरजी तमोने……
दर्दो वध्या छे, आ दुनियामां
मारे रिबावी रीबावीने (२ बार)
एवी बीमारी जो मुजने सतावे,
छेल्ली पळोमां, रडावीने
त्यारे मारी मददमां पधारजो,
पीडा सहेवानी शक्ति वधारजो
छे अरजी तमोने….


