માતા મરૂદેવીના નંદ, દેખી તાહરી મૂર્તિ
મારૂં મન લોભાણું જી; મારૂં દિલ લોભાણુંજી,
માતા… (૧)
કરુણા નાગર કરુણા-સાગર કાયા કંચનવાન;
ધોરીલંછન પાઉલે કાંઈ, ધનુષ પાંચસે માન.
માતા… (૨)
ત્રિગડે બેસી ધર્મ કહંતા, સુણે પર્ષદા બાર;
જોજનગામિની વાણી મીઠી, વરસંતી જલધાર.
માતા… (૩)
ઉર્વશી રૂડી અપચ્છરાને, રામા છે મન રંગ;
પાયે નેપુર રણઝણે કાંઈ, કરતી નાટારંભ.
માતા… (૪)
તુંહી બ્રહ્મા તુંહી વિધાતા, તું જગ તારણહાર;
તુજ સરીખો નહિ દેવ જગતમાં, અરવડીયા આધાર.
માતા… (પ)
તુંહી ભ્રાતા તુંહી ત્રાતા, તું હી જગતનો દેવ,
સુરનર કિન્નર વાસુદેવા, કરતા તુજ પદ સેવ.
માતા… (૬)
શ્રી સિદ્ધાચલ તીરથ કેરો. રાજા ત્કષભ જિણંદ.
કીર્તિ કરે માણેક મુનિ તાહરી, ટાળો ભવ-ભય-ફંદ.
માતા… (૭)
माता मरूदेवीना नंद, देखी ताहरी मूर्ति
मारूं मन लोभाणुं जी; मारूं दिल लोभाणुंजी,
माता… (१)
करुणा नागर करुणा-सागर काया कंचनवान;
धोरीलंछन पाउले कांई, धनुष पांचसे मान.
माता… (२)
त्रिगडे बेसी धर्म कहंता, सुणे पर्षदा बार;
जोजनगामिनी वाणी मीठी, वरसंती जलधार.
माता… (३)
उर्वशी रूडी अपच्छराने, रामा छे मन रंग;
पाये नेपुर रणझणे कांई, करती नाटारंभ.
माता… (४)
तुंही ब्रह्मा तुंही विधाता, तुं जग तारणहार;
तुज सरीखो नहि देव जगतमां, अरवडीया आधार.
माता… (प)
तुंही भ्राता तुंही त्राता, तुं ही जगतनो देव,
सुरनर किन्नर वासुदेवा, करता तुज पद सेव.
माता… (६)
श्री सिद्धाचल तीरथ केरो. राजा त्कषभ जिणंद.
कीर्ति करे माणेक मुनि ताहरी, टाळो भव-भय-फंद.
माता… (७)