પ્રભુ તું તો મારો છે જીવન આધાર (૨ વાર),
નથી કોઈ તારા વિના (૨ વાર)
પ્રભુ તુજને પામી થયો હું સનાથ (૨ વાર),
નથી કોઈ તારા વિના (૨ વાર)…
નિગોદે ને નરકે રહ્યા એક સાથે,
ને ભીષણ આ ભવ મા ભમ્યા એક સાથે
ગયા કેમ મુક્તે છોડી મુજને નાથ (૨ વાર),
નથી કોઈ તારા વિના (૨ વાર)…
તારી વાત ભૂલ્યો, ના પાપોથી અટક્યો
વિરહ તારો મુજને, ના દિલમાહીં ખટક્યો,
ભવો ભવ હુ ભટક્યો, બનીને અનાથ (૨ વાર)
નથી કોઈ તારા વિના (૨ વાર)…
તારી આણ ને મેં, ના દિલમાહીં ધારી
વિષય સુખ માટે, બન્યો હુ ભિકારી
દુખોં પામ્યો ભારી, તે બદલે હુ નાથ (૨ વાર)
નથી કોઈ તારા વિના (૨ વાર)…
ધર્મનુ ફળ માંગુ, ધર્મ થી હું ભાગુ
ને પાપ પ્રસંગે, હુ નિશદિન જાગુ
કરુણ છે કહાની, આ મારી ઓ નાથ (૨ વાર)
નથી કોઈ તારા વિના (૨ વાર)…
પ્રભુ મારી સુણજે, તૂ અંતર આવાજ
કરૂ હુ વિનંતી, તારી પાસે આજ
ભવોભવ મુજને, મળે તારો સાથ (૨ વાર)
નથી કોઈ તારા વિના (૨ વાર)
તારી વાત સમજુ, સમઝ એવી દેજે
તને ઓળખુ, એવી શક્તિ તું દેજે
આતમ ગુણ રશ્મિમાં, હીર હે નાથ (૨ વાર)
નથી કોઈ તારા વિના (૨ વાર)
प्रभु तुं तो मारो छे जीवन आधार (२ बार),
नथी कोई तारा विना (२ बार)
प्रभु तुजने पामी थयो हुं सनाथ (२ बार),
नथी कोई तारा विना (२ बार)…
निगोदे ने नरके रह्या एक साथे,
ने भीषण आ भव मा भम्या एक साथे
गया केम मुक्ते छोडी मुजने नाथ (२ बार),
नथी कोई तारा विना (२ बार)…
तारी वात भूल्यो, ना पापोथी अटक्यो
विरह तारो मुजने, ना दिलमाहीं खटक्यो,
भवो भव हु भटक्यो, बनीने अनाथ (२ बार)
नथी कोई तारा विना (२ बार)…
तारी आण ने में, ना दिलमाहीं धारी
विषय सुख माटे, बन्यो हु भिकारी
दुखों पाम्यो भारी, ते बदले हु नाथ (२ बार)
नथी कोई तारा विना (२ बार)…
धर्मनु फळ मांगु, धर्म थी हुं भागु
ने पाप प्रसंगे, हु निशदिन जागु
करुण छे कहानी, आ मारी ओ नाथ (२ बार)
नथी कोई तारा विना (२ बार)…
प्रभु मारी सुणजे, तू अंतर आवाज
करू हु विनंती, तारी पासे आज
भवोभव मुजने, मळे तारो साथ (२ बार)
नथी कोई तारा विना (२ बार)
तारी वात समजु, समझ एवी देजे
तने ओळखु, एवी शक्ति तुं देजे
आतम गुण रश्मिमां, हीर हे नाथ (२ बार)
नथी कोई तारा विना (२ बार)


