પદ્મપ્રભ જિન ભેટીયે રે, સાચો શ્રી જિનરાય
દુઃખ દોહગ દુરે ટળે રે સીઝે વાંછિત કાજ ભવિકજન !
પૂજો શ્રી જિનરાય,
આણી મન અતિ ઠાય.. ભવિકજન.. (૧)
શિવ રામા વશ તાહરે રે, રાતો તેણે તુમ અંગ
કમલ રહે નિજ પગ તલે રે,
તે પણ તિણહીજરંગ.. ભવિકજન.. (૨)
રંગે રાતા જે અછે રે, વિચે રહ્યા થિર થાય
તું રાતો પણ સાહિબા રે,
જઈ બેઠો સિદ્ધિમાંય.. ભવિકજન.. (૩)
અધિકાઈ એ તુમ તણી રે, દીઠી મેં જિનરાજ
ઠકુરાઈ ત્રણ જગતણી રે,
સેવ કરે સુરરાજ.. ભવિકજન.. (૪)
દેવાધિદેવ ! એ તાહરું રે, નામ અછે જગદીશ
ઉદારપણું પણ અતિ ઘણું રે,
રંક કરો ક્ષણ ઈશ.. ભવિકજન.. (૫)
એહવી કરણી તુમ તણી રે, દેખી સેવું તુજ
કેશર વિમલ કહે સાહિબા રે,
વાંછિત પૂરો મુજ.. ભવિકજન.. (૬)
पद्मप्रभ जिन भेटीये रे, साचो श्री जिनराय
दुःख दोहग दुरे टळे रे सीझे वांछित काज भविकजन !
पूजो श्री जिनराय,
आणी मन अति ठाय.. भविकजन.. (१)
शिव रामा वश ताहरे रे, रातो तेणे तुम अंग
कमल रहे निज पग तले रे,
ते पण तिणहीजरंग.. भविकजन.. (२)
रंगे राता जे अछे रे, विचे रह्या थिर थाय
तुं रातो पण साहिबा रे,
जई बेठो सिद्धिमांय.. भविकजन.. (३)
अधिकाई ए तुम तणी रे, दीठी में जिनराज
ठकुराई त्रण जगतणी रे,
सेव करे सुरराज.. भविकजन.. (४)
देवाधिदेव ! ए ताहरुं रे, नाम अछे जगदीश
उदारपणुं पण अति घणुं रे,
रंक करो क्षण ईश.. भविकजन.. (५)
एहवी करणी तुम तणी रे, देखी सेवुं तुज
केशर विमल कहे साहिबा रे,
वांछित पूरो मुज.. भविकजन.. (६)