પગથિયે રાહ જોઉં છું
ઈશારો કર હવે સ્વામી,
જરા નજદીક બોલાવી
સમાવી લ્યો હવે સ્વામી…
તમારા મહેલમાં દિવા
જલે છે રોજ ઝગમગતા,
અમે અંધારને ઓઢી
ઉભા આજેય ડગમગતા,
તમારા ઓટલે બેઠાં
ભીતર બોલાવને સ્વામી
પગથિયે રાહ…. (૧)
ભરી સંગીતની મહેફિલ
તમે જ્યારે હતા બેઠાં,
પૂનમની એ ભીની રાતે
અમે તુજ દ્વાર પર બેઠાં,
પરંતુ એક આશા છે
સ્વીકારી લ્યો હવે સ્વામી
પગથિયે રાહ…. (૨)
કોઈ તરુવર તણી છાંયે
તમે શોભો ઋષિ જેવા,
અને સિંહાસને બેસો
તો લાગો રાજવી જેવા,
તમોને/ઉદય કઈ રીતે મળવું,
વિચારી લ્યો હવે સ્વામી
પગથિયે રાહ…. (૩)
पगथिये राह जोउं छुं
ईशारो कर हवे स्वामी,
जरा नजदीक बोलावी
समावी ल्यो हवे स्वामी…
तमारा महेलमां दिवा
जले छे रोज झगमगता,
अमे अंधारने ओढी
उभा आजेय डगमगता,
तमारा ओटले बेठां
भीतर बोलावने स्वामी
पगथिये राह…. (१)
भरी संगीतनी महेफिल
तमे ज्यारे हता बेठां,
पूनमनी ए भीनी राते
अमे तुज द्वार पर बेठां,
परंतु एक आशा छे
स्वीकारी ल्यो हवे स्वामी
पगथिये राह…. (२)
कोई तरुवर तणी छांये
तमे शोभो ऋषि जेवा,
अने सिंहासने बेसो
तो लागो राजवी जेवा,
तमोने/उदय कई रीते मळवुं,
विचारी ल्यो हवे स्वामी
पगथिये राह…. (३)


