પ્રભુ તમારા પગલે પગલે
પા પા પગલી માંડી છે,
હવે તો અક્ષર પાડો પ્રભુવર,
મારી કોરી પાટી છે.
પ્રભુ તમારા…
બાળક છું મને ખબર ક્યાં?
શું છે સાચું જીવન?
પડી જાઉં નાં ક્યાંય પ્રભુ (૨ વાર),
કરો રોમ રોમ સંજીવન,
સિંચન કરજો મારા કણ કણ માં,
મારી સુક્કી માટી છે.
પ્રભુ તમારા પગલે પગલે
પા પા પગલી માંડી છે…
બાળક પકડે માં ની આંગળી,
એમ હું જાલું છું તમને,
વર્ષા રાણી ભરે સરોવર (૨ વાર),
એમ ભરી દો અમને,
અમે અમારી હથેળીઓ માં,
મિલન ની રેખા આંકી છે.
પ્રભુ તમારા પગલે પગલે
પા પા પગલી માંડી છે…
प्रभु तमारा पगले पगले
पा पा पगली मांडी छे,
हवे तो अक्षर पाडो प्रभुवर,
मारी कोरी पाटी छे.
प्रभु तमारा…
बाळक छुं मने खबर क्यां?
शुं छे साचुं जीवन?
पडी जाउं नां क्यांय प्रभु (२ वार),
करो रोम रोम संजीवन,
सिंचन करजो मारा कण कण मां,
मारी सुक्की माटी छे.
प्रभु तमारा पगले पगले
पा पा पगली मांडी छे…
बाळक पकडे मां नी आंगळी,
एम हुं जालुं छुं तमने,
वर्षा राणी भरे सरोवर (२ वार),
एम भरी दो अमने,
अमे अमारी हथेळीओ मां,
मिलन नी रेखा आंकी छे.
प्रभु तमारा पगले पगले
पा पा पगली मांडी छे…