પ્રભુ તમે અરિહંત છો, મારે અર છે હજાર,
પ્રભુ તમે તો જીતી ગયા ને, મારે કર્મેં હાર… (૨)
આતમ ના કલ્યાણ ને કાજે, તમે દિધુ બધુ ત્યાગી,
મારે લોભનો થોભ મલે ના, હુ તો છું હજુ રાગી… (૨)
પ્રભુ તમે અણગાર થયા ને, મારે મોટા સંસાર
પ્રભુ તમે તો જીતી ગયા ને, મારે કર્મે હાર
પ્રભુ તમે અરિહંત છો…
સંકટ ને ઉપસર્ગોં ને તમે, સહેતા હસતા-હસતા,
દુ:ખ પડે તો કાયર થઈને, બેઠું રડતા-રડતા… (૨)
પ્રભુ તમે પેલી-પાર ગયા ને, હુ તો ડુબી મઝધાર
પ્રભુ તમે તો જીતી ગયા ને, મારે કર્મે હાર
પ્રભુ તમે અરિહંત છો…
સિદ્ધિનું પદ પામવા તમે, સાચી સાધના કીધી,
દુનિયા ની ઋદ્ધિ મેળવવા, મેં-તો વિરાધના કીધી… (૨)
ગોથા ખાઈ રહી છું હું તો, ઉતારજો ભવ પાર
પ્રભુ તમે તો જીતી ગયા ને, મારે કર્મે હાર
પ્રભુ તમે અરિહંત છો…
હો મારે કર્મેં હાર… હો મારે કર્મેં હાર…
प्रभु तमे अरिहंत छो, मारे अर छे हजार,
प्रभु तमे तो जीती गया ने, मारे कर्में हार… (२)
आतम ना कल्याण ने काजे, तमे दिधु बधु त्यागी,
मारे लोभनो थोभ मले ना, हु तो छुं हजु रागी… (२)
प्रभु तमे अणगार थया ने, मारे मोटा संसार
प्रभु तमे तो जीती गया ने, मारे कर्मे हार
प्रभु तमे अरिहंत छो…
संकट ने उपसर्गों ने तमे, सहेता हसता-हसता,
दु:ख पडे तो कायर थईने, बेठुं रडता-रडता… (२)
प्रभु तमे पेली-पार गया ने, हु तो डुबी मझधार
प्रभु तमे तो जीती गया ने, मारे कर्मे हार
प्रभु तमे अरिहंत छो…
सिद्धिनुं पद पामवा तमे, साची साधना कीधी,
दुनिया नी ऋद्धि मेळववा, में-तो विराधना कीधी… (२)
गोथा खाई रही छुं हुं तो, उतारजो भव पार
प्रभु तमे तो जीती गया ने, मारे कर्मे हार
प्रभु तमे अरिहंत छो…
हो मारे कर्में हार… हो मारे कर्में हार…



