પ્રભુ તારા નયનોથી અમૃત ઝરે છે
મુખ જોઈ તારું આ..(૨ વાર) હૈયું હરે છે..
પ્રભુ તારા…
મુખડાની શોભા તારી લાગે છે પ્યારી
દર્શન તારું પ્રભુ છે અતિ સુખકારી
પાપી જીવોને.. (૨ વાર) પાવન કરે છે..
પ્રભુ તારા…
માથે મુગટ કાને કુંડલ શોભે છે
ટીલડી તો ભાલે કેવી ટમટમે છે
આવી હૃદયમાં.. (૨ વાર) ભાવ ભરે છે
પ્રભુ તારા…
મંદિર શોભે છે તારું કેવું સોહામણું
ભક્તો ને લાગે એ તો મુક્તિ નું લ્હાણું
ધજાઓ ગગનમાં.. (૨ વાર) કેવી ફરફરે છે
પ્રભુ તારા…
प्रभु तारा नयनोथी अमृत झरे छे
मुख जोई तारुं आ..(२ बार) हैयुं हरे छे..
प्रभु तारा…
मुखडानी शोभा तारी लागे छे प्यारी
दर्शन तारुं प्रभु छे अति सुखकारी
पापी जीवोने.. (२ बार) पावन करे छे..
प्रभु तारा…
माथे मुगट काने कुंडल शोभे छे
टीलडी तो भाले केवी टमटमे छे
आवी हृदयमां.. (२ बार) भाव भरे छे
प्रभु तारा…
मंदिर शोभे छे तारुं केवुं सोहामणुं
भक्तो ने लागे ए तो मुक्ति नुं ल्हाणुं
धजाओ गगनमां.. (२ बार) केवी फरफरे छे
प्रभु तारा…


