અજવાળાં દેખાડો.. અંતર દ્વાર ઉઘાડો
પ્રભુજી.. અજવાળા દેખાડો..
પ્રભુજી.. અંતરદ્વાર ઉઘાડો.
કામ ક્રોધ મને ભાન ભુલાવે
માયા મમતા નાચ નચાવે
સત્ય માર્ગ ભૂલી ભટકું છું
રાત સૂઝે ના દહાડો… પ્રભુજી..
વિપદાના વાદળ ઘેરાતા
મને અશુભ ભણકારા થાતા
ચારેકોર સંભળાતી મુજને
આજ ભયંકર રાડો… પ્રભુજી..
નરક નિગોદથી તેં પ્રભુ તાર્યો
અનંત દુઃખોથી મુજને ઉગાર્યો
એક ઉપકાર કરો હજી મુજ પર
જનમ મરણ ભય ટાળો… પ્રભુજી..
જન્મ જીવનના તમે છો ત્રાતા
તમે પ્રભુ મારા ભાગ્ય વિધાતા
એક ઉપકાર કરો હજી મુજ પર
નહિ ભૂલું ઉપકારો… પ્રભુજી..
अजवाळां देखाडो.. अंतर द्वार उघाडो
प्रभुजी.. अजवाळा देखाडो..
प्रभुजी.. अंतरद्वार उघाडो.
काम क्रोध मने भान भुलावे
माया ममता नाच नचावे
सत्य मार्ग भूली भटकुं छुं
रात सूझे ना दहाडो… प्रभुजी..
विपदाना वादळ घेराता
मने अशुभ भणकारा थाता
चारेकोर संभळाती मुजने
आज भयंकर राडो… प्रभुजी..
नरक निगोदथी तें प्रभु तार्यो
अनंत दुःखोथी मुजने उगार्यो
एक उपकार करो हजी मुज पर
जनम मरण भय टाळो… प्रभुजी..
जन्म जीवनना तमे छो त्राता
तमे प्रभु मारा भाग्य विधाता
एक उपकार करो हजी मुज पर
नहि भूलुं उपकारो… प्रभुजी..


