પ્રભુજી માંગું તારી પાસ,
મારી પૂરી કરજો આશ
માંગી માંગી ને માંગી ને માંગું એટલું,
મને આવતો જનમ એવો આપજે
હો.. મને આવતો જનમ…
જન્મ મહાવિદેહમાં હોય,
વળી તિર્થંકર કુળ હોય
પારણામાં નવકાર સંભળાય જો
મને આવતો જનમ…
વર્ષ આઠ મુજ હોઈ,
પ્રભુ સમોસર્યા હોય
ઉમંગે વ્યાખ્યાન માં જવાય જો
મને આવતો જનમ…
સાંભળી વૈરાગી થવાય,
વળી અનુજ્ઞા મળી જાય
કોઈ આવે નહિ અંતરાય જો
મને આવતો જનમ…
પ્રભુ હાથે દિક્ષા થાય,
હજારો સાથે લેવાય
અને ચૌદ પૂરવ ભણાય જો
મને આવતો જનમ…
જિનકલ્પી પણું હોય,
ઉગ્ર અભિગ્રહ હોય
પાસ-માસ ક્ષમણ કરાય જો
મને આવતો જનમ…
ક્ષપક શ્રેણીએ ચઢાય,
ઘાતી કર્મ ખપાય,
કેવળ જ્ઞાન ઉત્પન્ન થઇ જાય જો
મને આવતો જનમ…
સર્વ કર્મક્ષય થાય,
છેલ્લે અનસણ થાય
અંતે મુક્તિપુરીમાં જવાય જો
મને આવતો જનમ…
માનવભવ એવો થય,
એવી કરની કરાય
નિર્વાણ પદ મળી જાય જો
મને આવતો જનમ…
प्रभुजी मांगुं तारी पास,
मारी पूरी करजो आश
मांगी मांगी ने मांगी ने मांगुं एटलुं,
मने आवतो जनम एवो आपजे
हो.. मने आवतो जनम…
जन्म महाविदेहमां होय,
वळी तिर्थंकर कुळ होय
पारणामां नवकार संभळाय जो
मने आवतो जनम…
वर्ष आठ मुज होई,
प्रभु समोसर्या होय
उमंगे व्याख्यान मां जवाय जो
मने आवतो जनम…
सांभळी वैरागी थवाय,
वळी अनुज्ञा मळी जाय
कोई आवे नहि अंतराय जो
मने आवतो जनम…
प्रभु हाथे दिक्षा थाय,
हजारो साथे लेवाय
अने चौद पूरव भणाय जो
मने आवतो जनम…
जिनकल्पी पणुं होय,
उग्र अभिग्रह होय
पास-मास क्षमण कराय जो
मने आवतो जनम…
क्षपक श्रेणीए चढाय,
घाती कर्म खपाय,
केवळ ज्ञान उत्पन्न थइ जाय जो
मने आवतो जनम…
सर्व कर्मक्षय थाय,
छेल्ले अनसण थाय
अंते मुक्तिपुरीमां जवाय जो
मने आवतो जनम…
मानवभव एवो थय,
एवी करनी कराय
निर्वाण पद मळी जाय जो
मने आवतो जनम…


