પ્રેમ ભરેલું હૈયું લઈને તારે દ્વારે આવ્યો છું
જો તું મુજને તરછોડે તો દુનિયામાં મારે જાવું ક્યાં ?
પ્રેમ ભરેલું હૈયું…
જાણું ના હું પૂજા તારી જાણુંના ભક્તિ ની રીત
કાલી ઘેલી વાણીમાં હું ગાતો પ્રભુજી તારા ગીત
બાળ બનીને ખોળે તારા રહેવાને હું આવ્યો છું
પ્રેમ ભરેલું હૈયું…
સંસારીના સુખડાં કેરી,વાત વિસારી મેલી છે
દીન દયાળુ હે જગદાતા, એક હવે તું બેલી છે
જનમો જનમના પાપો મારા ધોવાને હું આવ્યો છું
પ્રેમ ભરેલું હૈયું…
પ્રભુજી તારા દર્શન કાજે, નયનો મારા તલસે છે
નાનકડી આ આંખલડીથી, અશ્રુધારા વરસે છે
સેવક થઈને શરણે તારા, રહેવાને હું આવ્યો છું
પ્રેમ ભરેલું હૈયું…
प्रेम भरेलुं हैयुं लईने तारे द्वारे आव्यो छुं
जो तुं मुजने तरछोडे तो दुनियामां मारे जावुं क्यां ?
प्रेम भरेलुं हैयुं…
जाणुं ना हुं पूजा तारी जाणुंना भक्ति नी रीत
काली घेली वाणीमां हुं गातो प्रभुजी तारा गीत
बाळ बनीने खोळे तारा रहेवाने हुं आव्यो छुं
प्रेम भरेलुं हैयुं…
संसारीना सुखडां केरी,वात विसारी मेली छे
दीन दयाळु हे जगदाता, एक हवे तुं बेली छे
जनमो जनमना पापो मारा धोवाने हुं आव्यो छुं
प्रेम भरेलुं हैयुं…
प्रभुजी तारा दर्शन काजे, नयनो मारा तलसे छे
नानकडी आ आंखलडीथी, अश्रुधारा वरसे छे
सेवक थईने शरणे तारा, रहेवाने हुं आव्यो छुं
प्रेम भरेलुं हैयुं…


