રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં..
પ્રભુવીર તણા રંગમાં, ગુરુજીતણા સત્સંગમાં
તું રંગાઈ જાને રંગમાં… ૧
આજે ભજશું કાલે ભજશું,
ભજશું મહાવીર નામ,
ક્યારે ભજશું મહાવીર નામ
જમનું જ્યારે તેડું આવશે,
લઈ જશે એના સંગમાં
તું રંગાઈ… ૨
આજે ભજશું કાલે ભજશું,
ભજશું આદિનાથ (૨ વાર)
શ્વાસ ખૂટશે.. નાડી તૂટશે,
શ્વાસ ખૂટશે.. નાડી તૂટશે,
પ્રાણ નહિ રે તારા તનમાં
તું રંગાઈ… ૩
જીવ જાણતો ઝાઝું જીવશું,
મારુ છે આ તમામ,
પહેલાં અમર કરી લઉં નામ
તેડું આવશે જમનું જાણજે (૨ વાર)
જાવું પડશે સંગમાં
તું રંગાઈ… ૪
ઘડપણ આવશે ત્યારે ભજીશું,
પહેલાં ઘરનાં કામ,
પછી જાશું તીરથધામ
આતમ એક દિન ઉડી જાશે (૨ વાર)
તારું શરીર રહેશે પલંગમાં
તું રંગાઈ… ૫
रंगाई जाने रंगमां, तुं रंगाई जाने रंगमां..
प्रभुवीर तणा रंगमां, गुरुजीतणा सत्संगमां
तुं रंगाई जाने रंगमां… १
आजे भजशुं काले भजशुं,
भजशुं महावीर नाम,
क्यारे भजशुं महावीर नाम
जमनुं ज्यारे तेडुं आवशे,
लई जशे एना संगमां
तुं रंगाई… २
आजे भजशुं काले भजशुं,
भजशुं आदिनाथ (२ बार)
श्वास खूटशे.. नाडी तूटशे,
श्वास खूटशे.. नाडी तूटशे,
प्राण नहि रे तारा तनमां
तुं रंगाई… ३
जीव जाणतो झाझुं जीवशुं,
मारु छे आ तमाम,
पहेलां अमर करी लउं नाम
तेडुं आवशे जमनुं जाणजे (२ बार)
जावुं पडशे संगमां
तुं रंगाई… ४
घडपण आवशे त्यारे भजीशुं,
पहेलां घरनां काम,
पछी जाशुं तीरथधाम
आतम एक दिन उडी जाशे (२ बार)
तारुं शरीर रहेशे पलंगमां
तुं रंगाई… ५


