(રાગ : જબ હમ જવા હોંગે)
સાધુ બને કોઈ, સંસારને છોડી,
એવા વિરાગીનું બધા બહુમાન કરે છે,
સન્માન કરે છે… સાધુ…
જેનું સાચું જ્ઞાન મળ્યું છે જીવનનું,
વળગેલું અજ્ઞાન ગયું છે ભવભવનું,
એ ભાગ્યશાળીનો સહુ સત્કાર કરે છે,
સન્માન કરે છે… સાધુ…
ઉજ્જવળ જેણે કુળ બનાવ્યું પોતાનું,
જન્મભૂમિને સ્થાન બનાવ્યું શોભાનું
એ ધન્ય આત્માના બધા ગુણગાન કરે છે,
સન્માન કરે છે… સાધુ…
જેના તે જે દીપ ધરમનો ઝળકે છે,
કીરણો જેના કુંદન જેવા ચમકે છે,
એ જ્યોતનો જગમાં સહુ જયકાર કરે છે,
સન્માન કરે છે… સાધુ…
આશા એના અંતરની ફળવાની છે,
માળા એને મુક્તિની મળવાની છે,
એ મુક્તિગામીને સહુ ફૂલહાર કરે છે,
સન્માન કહે છે… સાધુ…
(राग : जब हम जवा होंगे)
साधु बने कोई, संसारने छोडी,
एवा विरागीनुं बधा बहुमान करे छे,
सन्मान करे छे… साधु…
जेनुं साचुं ज्ञान मळ्युं छे जीवननुं,
वळगेलुं अज्ञान गयुं छे भवभवनुं,
ए भाग्यशाळीनो सहु सत्कार करे छे,
सन्मान करे छे… साधु…
उज्जवळ जेणे कुळ बनाव्युं पोतानुं,
जन्मभूमिने स्थान बनाव्युं शोभानुं
ए धन्य आत्माना बधा गुणगान करे छे,
सन्मान करे छे… साधु…
जेना ते जे दीप धरमनो झळके छे,
कीरणो जेना कुंदन जेवा चमके छे,
ए ज्योतनो जगमां सहु जयकार करे छे,
सन्मान करे छे… साधु…
आशा एना अंतरनी फळवानी छे,
माळा एने मुक्तिनी मळवानी छे,
ए मुक्तिगामीने सहु फूलहार करे छे,
सन्मान कहे छे… साधु…



