રચયિતા: શ્રી દાન વિજયજી મહારાજ
સુમતિ જિનેસર! જગ-પરમેસર,
હું ખિજમત કારક તુજ કિંકર
રાત દિવસ લીનો તુમ ધ્યાને,
દિન અતિ વાહુ પ્રભુ ગુણગાને
સાહિબા ! મુજ દરશન દીજે,
જીવના ! મન મહેર કરીજે સાહિબા.. (૧)
જગત હિતકર અંતરજામી,
પ્રાણ થકી અધિકો મુજ સ્વામી
પ્રાણ ! ભમ્યો બહુ ભવ ભવ માંહી,
પ્રભુ સેવા ઈણ ભવ વિણ નાહી
સાહિબા… (ર)
ઈણ ભવમાં પણ આજ તું દીઠો,
તિણ કારણ તું પ્રાણથી મીઠો
પ્રાણ થકી જે અધિકો પ્યારો,
તે ઉપર સહુ તન ધન ઓવારો
સાહિબા… (૩)
અજ્ઞાની અજ્ઞાની સંધાતે,
એહવી પ્રીત કરે છે ઘાતે
દેખો દીપક કાજ પતંગ,
પ્રાણ તજે હોમી નિજ ગાતે
સાહિબા… (૪)
જ્ઞાન સહિત પ્રભુ જ્ઞાની સાથે,
તેહવી પ્રીત ચડે જો હાથે
તો પૂરણ થાયે મન આશ,
દાનવિજય કરે એ અરદાસ
સાહિબા… (૫)
रचयिता: श्री दान विजयजी महाराज
सुमति जिनेसर! जग-परमेसर,
हुं खिजमत कारक तुज किंकर
रात दिवस लीनो तुम ध्याने,
दिन अति वाहु प्रभु गुणगाने
साहिबा ! मुज दरशन दीजे,
जीवना ! मन महेर करीजे साहिबा.. (१)
जगत हितकर अंतरजामी,
प्राण थकी अधिको मुज स्वामी
प्राण ! भम्यो बहु भव भव मांही,
प्रभु सेवा ईण भव विण नाही
साहिबा… (र)
ईण भवमां पण आज तुं दीठो,
तिण कारण तुं प्राणथी मीठो
प्राण थकी जे अधिको प्यारो,
ते उपर सहु तन धन ओवारो
साहिबा… (३)
अज्ञानी अज्ञानी संधाते,
एहवी प्रीत करे छे घाते
देखो दीपक काज पतंग,
प्राण तजे होमी निज गाते
साहिबा… (४)
ज्ञान सहित प्रभु ज्ञानी साथे,
तेहवी प्रीत चडे जो हाथे
तो पूरण थाये मन आश,
दानविजय करे ए अरदास
साहिबा… (५)