(રચયિતા : પૂજ્ય શ્રી દાનવિજય મહારાજા)
સુમતિ જિનેસર જગ પરમેસર,
હું ખિજમત કારક તુજ કિંકર
સાહિબા મુજ દરિશન દીજે,
જીવના મન મહેર કરીજે
રાત દિવસ લીનો તુમ ધ્યાને,
દિન અતિવાહું પ્રભુ ગુણ ગાને
સુમતિ જિનેસર…
જગત હિતકર અંતરજામી,
પ્રાણ થકી અધિકો મુજ સ્વામી
પ્રાણ ભમ્યો બહુ ભવ ભવ માંહીં,
પ્રભુ સેવા ઈણ ભવ વિણ નાહીં
સુમતિ જિનેસર…
ઈણ ભવમાં પણ આજ તું દીઠો,
તિણ કારણ તું પ્રાણથી મીઠો
પ્રાણ થકી જે અધિકો પ્યારો,
તે પર સહુ તન ધન ઓવારો
સુમતિ જિનેસર…
અજ્ઞાની અજ્ઞાની સંઘાતે,
એહવી પ્રીત કરે છે ઘાતે
દેખો દીપક કાજ પતંગ,
પ્રાણ તજે હોમી નિજ ગાતે
સુમતિ જિનેસર…
જ્ઞાન સહિત પ્રભુ જ્ઞાની સાથે,
તેહવી પ્રીત ચડે જો હાથે
તો પૂરણ થાએ મન આશ,
દાનવિજય કરે એ અરદાસ
સુમતિ જિનેસર…
(रचयिता : पूज्य श्री दानविजय महाराजा)
सुमति जिनेसर जग परमेसर,
हुं खिजमत कारक तुज किंकर
साहिबा मुज दरिशन दीजे,
जीवना मन महेर करीजे
रात दिवस लीनो तुम ध्याने,
दिन अतिवाहुं प्रभु गुण गाने
सुमति जिनेसर…
जगत हितकर अंतरजामी,
प्राण थकी अधिको मुज स्वामी
प्राण भम्यो बहु भव भव मांहीं,
प्रभु सेवा ईण भव विण नाहीं
सुमति जिनेसर…
ईण भवमां पण आज तुं दीठो,
तिण कारण तुं प्राणथी मीठो
प्राण थकी जे अधिको प्यारो,
ते पर सहु तन धन ओवारो
सुमति जिनेसर…
अज्ञानी अज्ञानी संघाते,
एहवी प्रीत करे छे घाते
देखो दीपक काज पतंग,
प्राण तजे होमी निज गाते
सुमति जिनेसर…
ज्ञान सहित प्रभु ज्ञानी साथे,
तेहवी प्रीत चडे जो हाथे
तो पूरण थाए मन आश,
दानविजय करे ए अरदास
सुमति जिनेसर…