રચિયતા: કીર્તિ વિમલજી મહારાજ
સુમતિ જિણેસર સેવીયે હો લાલ,
સુમતિ તણો દાતાર સાહેબજી
બહુ દિનનો ઉમાહલો હો લાલ,
દરિસણ આપો સાર સાહેબજી
સુમતિ… (૧)
મેઘરાય કુલ ચંદલો હો લાલ,
મંગલા માત મલ્હાર સાહેબજી
ભવ ભયથી હું ઊભગ્યો હો લાલ,
તું મુજ શરણું સાર સાહેબજી
સુમતિ… (૨)
પાયે ક્રૌંચ સેવે-સદા હો લાલ,
તુંબરૂ સારે સેવ સાહેબજી
મહાકાલી સુરિ સદા હો લાલ,
વિધ્ન ટાલે નિત્યમેવ સાહેબજી
સુમતિ… (૩)
નયરી કોશલાએ અવતર્યો હો લાલ,
તવ વરત્યો જયજયકાર સાહેબજી
ઘરે ઘરે હરખ વધામણાં હો લાલ,
ધવલ મંગલ દેનાર સાહેબજી
સુમતિ… (૪)
અનંત ગુણ છે તાહરા હો લાલ,
કહેતાં નાવે પાર સાહેબજી
દિન દિન તુમ્હ સેવા થકી હો લાલ,
ઋદ્ધિ કીર્તિ અનંતી સાર સાહેબજી
સુમતિ… (૫)
रचियता: कीर्ति विमलजी महाराज
सुमति जिणेसर सेवीये हो लाल,
सुमति तणो दातार साहेबजी
बहु दिननो उमाहलो हो लाल,
दरिसण आपो सार साहेबजी
सुमति… (१)
मेघराय कुल चंदलो हो लाल,
मंगला मात मल्हार साहेबजी
भव भयथी हुं ऊभग्यो हो लाल,
तुं मुज शरणुं सार साहेबजी
सुमति… (२)
पाये क्रौंच सेवे-सदा हो लाल,
तुंबरू सारे सेव साहेबजी
महाकाली सुरि सदा हो लाल,
विध्न टाले नित्यमेव साहेबजी
सुमति… (३)
नयरी कोशलाए अवतर्यो हो लाल,
तव वरत्यो जयजयकार साहेबजी
घरे घरे हरख वधामणां हो लाल,
धवल मंगल देनार साहेबजी
सुमति… (४)
अनंत गुण छे ताहरा हो लाल,
कहेतां नावे पार साहेबजी
दिन दिन तुम्ह सेवा थकी हो लाल,
ऋद्धि कीर्ति अनंती सार साहेबजी
सुमति… (५)