(રચના : પ. પૂ. આ. ભ. શ્રી ઉદયરત્ન સૂરીશ્વરજી મ. સા.)
શંખેશ્વરા પ્રભુ પાર્શ્વ સામે આજ હૈયુ ખોલશું
જે કોઇને કહેવાયના એ વાત આજે બોલશું
સંસારથી સંતપ્તછું બસ વાત મારી માનજો
હે નાથ મારા હ્રદય ને શાંતિ સમાધિ આપજો… ૧
સંસારનાં ઉકળાટમાં આખું જગત શોષાય છે
કેવળ અમારી આંખ આંસુથી સતત ભીંજાય છે
છો અંતરાયો દૂર કરવા આપ ઈચ્છા ના કશે
હે નાથ મારા હ્રદય ને શાંતિ સમાધિ આપજો… ૨
તું તારશે તું પાળશે ને, તું મને સંભાળશે
શ્રદ્ધા હતી સંતાપને છાયો બનીને ઠારશે
મુજ નાનપણનો આ ભરોસો આજ ખોટો થાય તો
હે નાથ મારા હ્રદય ને શાંતિ સમાધિ આપજો… ૩
જેને સદા સુખ સાંપડે એ રાહ મેં જોઈ હતી
ને એમની પીડા નિહાળી આંખ મારી રોઈ'તી
એસ્વાર્થઘેલા સૌજનો જ્યારે પરાયા થાય છે
હે નાથ મારા હ્રદય ને શાંતિ સમાધિ આપજો… ૪
કોઈ કરે અપરાધ મારો એ કરમનો ખેલ છે
હું વેર બાંધુ તો ભવોભવ છૂટવું મુશ્કેલ છે
પ્રતિશોધની આ આગને સ્વામી તમે બુઝાવજો
હે નાથ મારા હ્રદય ને શાંતિ સમાધિ આપજો… ૫
જેને સદા મારા ગણ્યા એના થકી દર્દો મળ્યા
નિંદા અને આરોપ પણ તેના જ મુખથી સાંભળ્યા
શંકા કરે આખો જમાનો આપ એના માનશો
હે નાથ મારા હ્રદય ને શાંતિ સમાધિ આપજો… ૬
મને અંગપીડા ના સતાવે માનસી પીડા ઘણી
બેચેન છું બસ એક વાત દોષની ચિંતા ઘણી
વ્યાધિ-ઉપાધિ ચાલશે પણ પાપ મારા ટાળજો
હે નાથ મારા હ્રદય ને શાંતિ સમાધિ આપજો… ૭
મુજ પુણ્યનાં “ઉદયે" મળ્યો સંગાથ કાયમ રાખજો
ને આખરી પળમાં પ્રભુ તારી સમીપે રાખજો
હું આંખ મીંચુ અંતકાળે એ સમય સંભાળજો
હે નાથ મારા હ્રદય ને શાંતિ સમાધિ આપજો… ૮
(रचना : प. पू. आ. भ. श्री उदयरत्न सूरीश्वरजी म. सा.)
शंखेश्वरा प्रभु पार्श्व सामे आज हैयु खोलशुं
जे कोइने कहेवायना ए वात आजे बोलशुं
संसारथी संतप्तछुं बस वात मारी मानजो
हे नाथ मारा ह्रदय ने शांति समाधि आपजो… १
संसारनां उकळाटमां आखुं जगत शोषाय छे
केवळ अमारी आंख आंसुथी सतत भींजाय छे
छो अंतरायो दूर करवा आप ईच्छा ना कशे
हे नाथ मारा ह्रदय ने शांति समाधि आपजो… २
तुं तारशे तुं पाळशे ने, तुं मने संभाळशे
श्रद्धा हती संतापने छायो बनीने ठारशे
मुज नानपणनो आ भरोसो आज खोटो थाय तो
हे नाथ मारा ह्रदय ने शांति समाधि आपजो… ३
जेने सदा सुख सांपडे ए राह में जोई हती
ने एमनी पीडा निहाळी आंख मारी रोई'ती
एस्वार्थघेला सौजनो ज्यारे पराया थाय छे
हे नाथ मारा ह्रदय ने शांति समाधि आपजो… ४
कोई करे अपराध मारो ए करमनो खेल छे
हुं वेर बांधु तो भवोभव छूटवुं मुश्केल छे
प्रतिशोधनी आ आगने स्वामी तमे बुझावजो
हे नाथ मारा ह्रदय ने शांति समाधि आपजो… ५
जेने सदा मारा गण्या एना थकी दर्दो मळ्या
निंदा अने आरोप पण तेना ज मुखथी सांभळ्या
शंका करे आखो जमानो आप एना मानशो
हे नाथ मारा ह्रदय ने शांति समाधि आपजो… ६
मने अंगपीडा ना सतावे मानसी पीडा घणी
बेचेन छुं बस एक वात दोषनी चिंता घणी
व्याधि-उपाधि चालशे पण पाप मारा टाळजो
हे नाथ मारा ह्रदय ने शांति समाधि आपजो… ७
मुज पुण्यनां “उदये" मळ्यो संगाथ कायम राखजो
ने आखरी पळमां प्रभु तारी समीपे राखजो
हुं आंख मींचु अंतकाळे ए समय संभाळजो
हे नाथ मारा ह्रदय ने शांति समाधि आपजो… ८


