(રચના : પ. પૂ, આ. ભ. ઉદયરત્નસૂરિજી મ. સા.)
સાવજની સમ એ ગરજંતી,
હાક મારતી ફાળ ભરંતી,
ગીરના જંગલથી નીસરતી,
શેત્રુંજી કેવી ખળભળતી
શેત્રુંજા ગઢનો પડછાયો,
એના નીર ઉપર પથરાયો,
શેતલ નદી શેત્રુંજી થાતી,
પિયુને મળતી એ મદમાતી..
એના કાંઠે દેવનાં દેરાં
એના કાંઠે સાવજ ડેરાં
એના કાંઠે રોહીશાળા
આદીશ્વરજી છે રખવાળા…
હે જય જય રિખવદેવ ભગવાન
જય જય આદીશ્વર દરબાર
સૂરજ સ્નાન કરે સદા… તેજોમય દેખાય
રીખવદેવને પૂજવા, સિદ્ધાચલ પર જાય.
ક્યાંક સાંકડી કૂદે બંદર
ક્યાંક લાગતી સાત સમંદર
ક્યાંક ધૂળને ગારો થાતી
એનું જળને એની માટી
પરવત-પાણી-પવન મનોહર
જોબનવંતી નદી મનોહર
વનની વાટે ગાતી ગાતી
શેત્રુંજી કેવી મલકાતી
એનાં કાંઠે રાતો ગાળે
એ ઋષભનાં ચરણ પખાળે
વાદળ પૂછે ગરજી ગરજી
શેત્રુંજી ને કોણે સરજી
ખમ્મા ખમ્મા રિખવદેવ ભગવાન
ખમ્મા ખમ્મા આદીશ્વર દરબાર
પહેલું બેડું હું ભરુ… શેત્રુંજીનાં નીર
પછી ચડુ પગથાર ને આદિનાથ મંદિર.
એને સ્પર્શી હવા પવિત્રા,
એના જળથી ધરા પવિત્રા,
એના તીરે તીર્થ તળાજા,
હસ્તગિરિ સિધ્ધાચલ રાજા…
સિધ્ધગિરિ એ વેશ ધર્યો છે.
રૂપેરી જળ – ખેશ ધર્યો છે.
શેત્રુંજી છે દેવનું દૂષ્ય.
ધરતી પરનું મેઘ-ધનુષ્ય…
સોરઠની એ તરસ છીપાવે.
શત્રુંજય મહાત્તમ સમજાવે.
જાણે સ્વર્ગની ઉતરી ગંગા.
ઉછળે નિર્મળ નીર તરંગા
ખમ્મા ખમ્મા રિખવદેવ ભગવાન
ખમ્મા ખમ્મા આદીશ્વર દરબાર
પૂરવ પુણ્ય ‘ઉદય’ થયો… પામ્યો શ્રી ભગવંત
સિદધાચલ શણગારથી… આવે ભવનો અંત…
(रचना : प. पू, आ. भ. उदयरत्नसूरिजी म. सा.)
सावजनी सम ए गरजंती,
हाक मारती फाळ भरंती,
गीरना जंगलथी नीसरती,
शेत्रुंजी केवी खळभळती
शेत्रुंजा गढनो पडछायो,
एना नीर उपर पथरायो,
शेतल नदी शेत्रुंजी थाती,
पियुने मळती ए मदमाती..
एना कांठे देवनां देरां
एना कांठे सावज डेरां
एना कांठे रोहीशाळा
आदीश्वरजी छे रखवाळा…
हे जय जय रिखवदेव भगवान
जय जय आदीश्वर दरबार
सूरज स्नान करे सदा… तेजोमय देखाय
रीखवदेवने पूजवा, सिद्धाचल पर जाय.
क्यांक सांकडी कूदे बंदर
क्यांक लागती सात समंदर
क्यांक धूळने गारो थाती
एनुं जळने एनी माटी
परवत-पाणी-पवन मनोहर
जोबनवंती नदी मनोहर
वननी वाटे गाती गाती
शेत्रुंजी केवी मलकाती
एनां कांठे रातो गाळे
ए ऋषभनां चरण पखाळे
वादळ पूछे गरजी गरजी
शेत्रुंजी ने कोणे सरजी
खम्मा खम्मा रिखवदेव भगवान
खम्मा खम्मा आदीश्वर दरबार
पहेलुं बेडुं हुं भरु… शेत्रुंजीनां नीर
पछी चडु पगथार ने आदिनाथ मंदिर.
एने स्पर्शी हवा पवित्रा,
एना जळथी धरा पवित्रा,
एना तीरे तीर्थ तळाजा,
हस्तगिरि सिध्धाचल राजा…
सिध्धगिरि ए वेश धर्यो छे.
रूपेरी जळ – खेश धर्यो छे.
शेत्रुंजी छे देवनुं दूष्य.
धरती परनुं मेघ-धनुष्य…
सोरठनी ए तरस छीपावे.
शत्रुंजय महात्तम समजावे.
जाणे स्वर्गनी उतरी गंगा.
उछळे निर्मळ नीर तरंगा
खम्मा खम्मा रिखवदेव भगवान
खम्मा खम्मा आदीश्वर दरबार
पूरव पुण्य ‘उदय’ थयो… पाम्यो श्री भगवंत
सिदधाचल शणगारथी… आवे भवनो अंत…



