(રચના : ગીત: પાર્થ શાહ (હૈદરાબાદ) અને ચકાચક ચિરાગ શાહ (ડોમ્બિવલી))
(રાગ : તેરી મિટ્ટી-કેસરી)
મારા ભાગ્ય ખુલ્યા, મારા પાપો હર્યા
આ ભરત ક્ષેત્ર મારો જન્મ થયો
એવું પરમ પવિત્ર શાશ્વત
તીર્થ–શ્રી શેત્રુંજય નો સ્પર્શ થયો…
જેના કણકણ માં હર રજકણ માં
અનંતા જીવો તરીયા રે…
જ્યાં વારે વારે આદિ પ્રભુ એ
પાવન પગલા કર્યા છે…
જે તીરથ પર સિદ્ધિ છે,
જે શાશ્વત સુખ નિધિ છે,
એવા તીરથ ને કરું હું વંદના…
જેના શિખરે ૠષભજી છે,
જેના તળિયે–જય તળેટી છે
એવા તીરથ ને કરું હું વંદના…
ચાલો… સૌ કોઈ ચાલો…
ચાલો જઈએ… ગિરિરાજ…
ઓ મારા પ્રભુ આદિનાથ વ્હાલા
મુજ જન્મ મળ્યો એ સફળ કરો
પ્રભુ આપે જે મને આપ્યું છે
એ સર્વ આપને અર્પણ હો…
ગિરિરાજ ની જય જયકાર કરું
ગિરિરાજ-સેવા નિસ્વાર્થે કરું
ગિરિરાજ ને હું નિશદિન નમું
ગિરિરાજ ની માટે પ્રાણ વારું…
હે ગિરિરાજ ના આદિનાથ,
તારી યાત્રા કરવાને કાજ
ઇચ્છા છે મને શક્તિ આપ તું
હે ગિરિરાજ ના આદિનાથ,
મારા મન ની બસ એક જ વાત
શેત્રુંજય તને ભેટવા આવું હું…
(रचना : गीत: पार्थ शाह (हैदराबाद) अने चकाचक चिराग शाह (डोम्बिवली))
(राग : तेरी मिट्टी-केसरी)
मारा भाग्य खुल्या, मारा पापो हर्या
आ भरत क्षेत्र मारो जन्म थयो
एवुं परम पवित्र शाश्वत
तीर्थ–श्री शेत्रुंजय नो स्पर्श थयो…
जेना कणकण मां हर रजकण मां
अनंता जीवो तरीया रे…
ज्यां वारे वारे आदि प्रभु ए
पावन पगला कर्या छे…
जे तीरथ पर सिद्धि छे,
जे शाश्वत सुख निधि छे,
एवा तीरथ ने करुं हुं वंदना…
जेना शिखरे ॠषभजी छे,
जेना तळिये–जय तळेटी छे
एवा तीरथ ने करुं हुं वंदना…
चालो… सौ कोई चालो…
चालो जईए… गिरिराज…
ओ मारा प्रभु आदिनाथ व्हाला
मुज जन्म मळ्यो ए सफळ करो
प्रभु आपे जे मने आप्युं छे
ए सर्व आपने अर्पण हो…
गिरिराज नी जय जयकार करुं
गिरिराज-सेवा निस्वार्थे करुं
गिरिराज ने हुं निशदिन नमुं
गिरिराज नी माटे प्राण वारुं…
हे गिरिराज ना आदिनाथ,
तारी यात्रा करवाने काज
इच्छा छे मने शक्ति आप तुं
हे गिरिराज ना आदिनाथ,
मारा मन नी बस एक ज वात
शेत्रुंजय तने भेटवा आवुं हुं…


