(રચના : જયશ્રીબેન કોઠારી)
(રાગ : ગંગા કે કિનારે)
આદિને પુકારો, ગિરિને જુહારો,
શેત્રુંજી નદીને ઘાટ રે… ઘાટ રે…
રુમઝુમ વહેતા, રૂપને નિહારો.
શેત્રુંજી નદીને ઘાટ રે… ઘાટ રે…
સોનાના કળશોમાં ભરીએ,
પાવન એના નીર,
અધ્યાત્મની ધારા એની,
તારે ભવજલ તીર,
શેત્રુંજી નદીએ નાહીને,
મુખ બાંધી મુખકોશ,
દેવ યુગાદિ પૂજીએ રે,
આની મન સંતોષ,
ભક્તિ રે ધરે મન, ભાવના રે જાગે,
આરતીના ઠાણે, શંખનાદ બાજે,
શેત્રુંજી નદીને ઘાટ રે… ઘાટ રે…
ગીરના જંગલથી રે બહેતી,
સિદ્ધિનો સંદેશો કહેતી,
ખળખળ ખળખળ વહી રહી છે,
સિદ્ધાચલ ખોળે શેત્રુંજી…
સોરઠની પૂંજી શેત્રુંજી,
ત્રિભુવનમાં ગૂંજી શેત્રુંજી,
સિદ્ધો સામું જોઈ રહી છે,
સૌનું મન મોહે શેત્રુંજી…
ઇન્દ્રને ગમે રે, અપ્સરા નમે રે,
ભવોભવ કેરા, તાપને શમે રે,
શેત્રુંજી નદીને ઘાટ રે… ઘાટ રે…
સૂરજ સંગે થાય ઝળહળ,
ચંદ્ર સભી છે શીતળ શીતળ,
ઊંચા ડુંગરીએથી જોતાં,
રત્ન સભી સોહે શેત્રુંજી…
વહેતા એના નીર છલોછલ,
શ્રદ્ધાની છે એક ધરોહર,
રોહી શાળા સોહે તટ પર,
જય જય નાદ કરે શેત્રુંજી…
સૂર રે સજાવો, ગીત રે ગજાવો,
સમકિત કેરા, દીપ રે જલાવો,
શેત્રુંજી નદીને ઘાટ રે…
ગિરિવરાય ગિરિવરાય…
શ્રી શત્રુંજય ગિરિવરાય…
જય જય શ્રી નાભિનંદનાય…
નમો નમઃ શ્રી આદિશ્વરાય…
(रचना : जयश्रीबेन कोठारी)
(राग : गंगा के किनारे)
आदिने पुकारो, गिरिने जुहारो,
शेत्रुंजी नदीने घाट रे… घाट रे…
रुमझुम वहेता, रूपने निहारो.
शेत्रुंजी नदीने घाट रे… घाट रे…
सोनाना कळशोमां भरीए,
पावन एना नीर,
अध्यात्मनी धारा एनी,
तारे भवजल तीर,
शेत्रुंजी नदीए नाहीने,
मुख बांधी मुखकोश,
देव युगादि पूजीए रे,
आनी मन संतोष,
भक्ति रे धरे मन, भावना रे जागे,
आरतीना ठाणे, शंखनाद बाजे,
शेत्रुंजी नदीने घाट रे… घाट रे…
गीरना जंगलथी रे बहेती,
सिद्धिनो संदेशो कहेती,
खळखळ खळखळ वही रही छे,
सिद्धाचल खोळे शेत्रुंजी…
सोरठनी पूंजी शेत्रुंजी,
त्रिभुवनमां गूंजी शेत्रुंजी,
सिद्धो सामुं जोई रही छे,
सौनुं मन मोहे शेत्रुंजी…
इन्द्रने गमे रे, अप्सरा नमे रे,
भवोभव केरा, तापने शमे रे,
शेत्रुंजी नदीने घाट रे… घाट रे…
सूरज संगे थाय झळहळ,
चंद्र सभी छे शीतळ शीतळ,
ऊंचा डुंगरीएथी जोतां,
रत्न सभी सोहे शेत्रुंजी…
वहेता एना नीर छलोछल,
श्रद्धानी छे एक धरोहर,
रोही शाळा सोहे तट पर,
जय जय नाद करे शेत्रुंजी…
सूर रे सजावो, गीत रे गजावो,
समकित केरा, दीप रे जलावो,
शेत्रुंजी नदीने घाट रे…
गिरिवराय गिरिवराय…
श्री शत्रुंजय गिरिवराय…
जय जय श्री नाभिनंदनाय…
नमो नमः श्री आदिश्वराय…
