શ્રી આદિશ્વર ભગવાનનું ચૈત્યવંદન
આદિદેવ અલવેસરૂ, વિનીતાનો રાય;
નાભિરાયા કુલમંડણો, મરૂદેવા માય.
પાંચસો ધનુષ્યની દેહડી, પ્રભુજી પરમ દયાલ;
ચોરાશી લાખ પૂર્વનું, જસ આયુ વિશાલ.
વૃષભ લંછન જિન વૃષધરૂ એ, ઉત્તમ ગુણમણીખાણ;
તસ પદ પદ્મ સેવન થકી, લહીએ અવિચલ ઠાણ.
આદિ દેવ અરિહંત નમું, ધનુષ પાંચસેં કાયા;
નહીં કામ ક્રોધ માન, મૃષા નહીં માયા.. (૧)
નહીં રાગ નહીં દ્વેષ, નામ નિરંજન તાહરૂું;
વદન દીઠું વિશાલ તિહાં, સવિ પાપ ગયું માહરૂં.. (૨)
નામે હું નિર્મલ થયો, જપું જાપ જિનવર તણો;
કવિ ઋષભ એમ ઉચ્ચરે, આદિ દેવ મહિમા ઘણો.. (૩)
श्री आदिश्वर भगवान का चैत्यवंदन
आदिदेव अलवेसरू, विनीतानो राय;
नाभिराया कुलमंडणो, मरूदेवा माय.
पांचसो धनुष्यनी देहडी, प्रभुजी परम दयाल;
चोराशी लाख पूर्वनुं, जस आयु विशाल.
वृषभ लंछन जिन वृषधरू ए, उत्तम गुणमणीखाण;
तस पद पद्म सेवन थकी, लहीए अविचल ठाण.
आदि देव अरिहंत नमुं, धनुष पांचसें काया;
नहीं काम क्रोध मान, मृषा नहीं माया.. (१)
नहीं राग नहीं द्वेष, नाम निरंजन ताहरूुं;
वदन दीठुं विशाल तिहां, सवि पाप गयुं माहरूं.. (२)
नामे हुं निर्मल थयो, जपुं जाप जिनवर तणो;
कवि ऋषभ एम उच्चरे, आदि देव महिमा घणो.. (३)


