શ્રી સંભવનાથ ભગવાનનું ચૈત્યવંદન
સાવત્થી નયરી ધણી, શ્રી સંભવનાથ
જિતારી નૃપનંદનો, ચલવે શિવ સાથ (૧)
સેના નંદન ચંદને, પૂજો નવ અંગે
ચારશે ધનુષનું દેહમાન, પ્રણમો મનરંગે (ર)
સાઠ લાખ પૂરવતણુ એ, જિનવર ઉત્તમ આય
તુરગ લંછન પદ પદ્મને, નમતાં શિવસુખ થાય (૩)
श्री संभवनाथ भगवान का चैत्यवंदन
सावत्थी नयरी धणी, श्री संभवनाथ
जितारी नृपनंदनो, चलवे शिव साथ (१)
सेना नंदन चंदने, पूजो नव अंगे
चारशे धनुषनुं देहमान, प्रणमो मनरंगे (र)
साठ लाख पूरवतणु ए, जिनवर उत्तम आय
तुरग लंछन पद पद्मने, नमतां शिवसुख थाय (३)


