શ્રી સીમંધર જિન થોય
મહાવિદેહ ક્ષેત્રમાં સીમંધર સ્વામી,
સોનાનું સિંહાસનજી,
રૂપનાં ત્યાં છત્ર બિરાજે,
રત્નમણિના દીવા દીપેજી;
કુંકુમવર્ણી ત્યાં ગહુંલી બિરાજે,
મોતીના અક્ષત સારજી,
ત્યાં બેઠા સીમંધર સ્વામી,
બોલે મધુરી વાણીજી;
કેસર ચંદન ભર્યાં કચોળા,
કસ્તુરી બરાસજી,
પહેલી રે પૂજા અમારી હોજો,
ઉગમતે પ્રભાતેજી.
श्री सीमंधर जिन थोय
महाविदेह क्षेत्रमां सीमंधर स्वामी,
सोनानुं सिंहासनजी,
रूपनां त्यां छत्र बिराजे,
रत्नमणिना दीवा दीपेजी;
कुंकुमवर्णी त्यां गहुंली बिराजे,
मोतीना अक्षत सारजी,
त्यां बेठा सीमंधर स्वामी,
बोले मधुरी वाणीजी;
केसर चंदन भर्यां कचोळा,
कस्तुरी बरासजी,
पहेली रे पूजा अमारी होजो,
उगमते प्रभातेजी.

