શ્રી પર્યુષણપર્વનું ચૈત્યવંદન
સ્વપ્નવિધિ કહે સુત, હોશે, ત્રિભુવન શૃંગાર;
તે દિનથી ઋધે વધ્યાં, ધન અખુટ ભંડાર.
સાડા સાત દિવસ અધિક, જન્મ્યા નવમાસે;
સુરપતિ કરે મેરુ શિખર, ઉત્સવ ઉલ્લાસે.
કુંકુમ હાથા દીજીયે એ, તોરણ ઝાકજમાળ;
હરખે વીર હુલરાવીઓ, વાણી વિનય સરલ.
卐
જિનની બહેન સુદર્શના, ભાઈ નંદીવર્ધન;
પરણી યશોદા પદમણી, વીર સુકોમળ રત્ન.
દેઈ દાન સંવત્સરી, લેઈ દીક્ષા સ્વામી;
કર્મ ખપાવી કેવળી, પંચમી ગતિ પામી.
દીવાળી દિવસ થકીએ, સંઘ સકલ શુભ રીત;
અટ્ઠમ કરી તેલાધરે, સુણજો થઈ એકચિત્ત.
卐
પાર્થ જિનેશ્વર નેમિનાથ, સમુદ્રવિજય વિસ્તાર;
સુણીએ આદીશ્વર ચરિત્ર, વળી જિનના અંતર.
ગૌતમાદિક સ્થવિરાવલી, શુદ્ધ સામાચારી;
પર્વદિન ચોથે દિને, ભાખ્યો ગણધારી.
જ્ઞાન દિન ચારિત્ર તપએ, જિનધર્મ દૃઢસ્તિ;
જિન પ્રતિમા જિન સારિખી, વંદુ સદા વિનીત.
श्री पर्युषणपर्वनुं चैत्यवंदन
स्वप्नविधि कहे सुत, होशे, त्रिभुवन शृंगार;
ते दिनथी ऋधे वध्यां, धन अखुट भंडार.
साडा सात दिवस अधिक, जन्म्या नवमासे;
सुरपति करे मेरु शिखर, उत्सव उल्लासे.
कुंकुम हाथा दीजीये ए, तोरण झाकजमाळ;
हरखे वीर हुलरावीओ, वाणी विनय सरल.
卐
जिननी बहेन सुदर्शना, भाई नंदीवर्धन;
परणी यशोदा पदमणी, वीर सुकोमळ रत्न.
देई दान संवत्सरी, लेई दीक्षा स्वामी;
कर्म खपावी केवळी, पंचमी गति पामी.
दीवाळी दिवस थकीए, संघ सकल शुभ रीत;
अट्ठम करी तेलाधरे, सुणजो थई एकचित्त.
卐
पार्थ जिनेश्वर नेमिनाथ, समुद्रविजय विस्तार;
सुणीए आदीश्वर चरित्र, वळी जिनना अंतर.
गौतमादिक स्थविरावली, शुद्ध सामाचारी;
पर्वदिन चोथे दिने, भाख्यो गणधारी.
ज्ञान दिन चारित्र तपए, जिनधर्म दृढस्ति;
जिन प्रतिमा जिन सारिखी, वंदु सदा विनीत.


