(રચના : પૂજ્ય શ્રી આનંદઘન જી મહારાજ)
શ્રી સુપાસ જિન વંદીએ… (૨),
સુખ સંપત્તિનો હેતુ લલના
શાંત સુધારસ જલનિધિ,
ભવસાગરમાં સેતુ લલના
શ્રી સુપાર્શ્વ જિન વંદીએ… (૨)
સાત મહાભય ટાળતો (૨),
સપ્તમ જિનવર દેવ-લલના
સાવધાન મનસા કરી (૨),
ધારો જિનપદ સેવ લલના
શ્રી સુપાર્શ્વ જિન વંદીએ… (૨)
શિવ શંકર જગદીશ્વરૂ (૨),
ચિદાનંદ ભગવાન લલના
જિન અરિહા તીર્થંકરૂ (૨),
જ્યોતિ સ્વરૂપ અસમાન લલના
શ્રી સુપાર્શ્વ જિન વંદીએ… (૨)
અલખ નિરંજન વચ્છલુ (૨),
સકલ જંતુ વિસરામ લલના
અભયદાન દાતા સદા (૨),
પૂરણ આતમરામ લલના
શ્રી સુપાર્શ્વ જિન વંદીએ… (૨)
વીતરાગ મદ કલ્પના (૨),
રતિ અરતિ ભય સોગ લલના
નિંદ્રા તંદ્રા દુરદશા (૨),
રહિત અબાધિત યોગ લલના
શ્રી સુપાર્શ્વ જિન વંદીએ… (૨)
પરમ પુરુષ પરમાતમા (૨),
પરમેશ્વર પરધાન લલના
પરમ પદારથ પરમેષ્ઠી (૨),
પરમદેવ પરમાન લલના
શ્રી સુપાર્શ્વ જિન વંદીએ… (૨)
વિધિ વિરંચિ વિશ્વંભરૂ (૨),
ઋષિકેશ જગનાથ લલના
અઘહર અઘમોચન ધણી (૨),
મુક્તિ પરમપદ સાથ લલના
શ્રી સુપાર્શ્વ જિન વંદીએ… (૨)
એમ અનેક અભિધા ધરે (૨),
અનુભવગમ્ય વિચાર લલના
જે જાણે તેહને કરે (૨),
આનંદઘન અવતાર લલના
શ્રી સુપાર્શ્વ જિન વંદીએ… (૨)
(रचना : पूज्य श्री आनंदघन जी महाराज)
श्री सुपास जिन वंदीए… (२),
सुख संपत्तिनो हेतु ललना
शांत सुधारस जलनिधि,
भवसागरमां सेतु ललना
श्री सुपार्श्व जिन वंदीए… (२)
सात महाभय टाळतो (२),
सप्तम जिनवर देव-ललना
सावधान मनसा करी (२),
धारो जिनपद सेव ललना
श्री सुपार्श्व जिन वंदीए… (२)
शिव शंकर जगदीश्वरू (२),
चिदानंद भगवान ललना
जिन अरिहा तीर्थंकरू (२),
ज्योति स्वरूप असमान ललना
श्री सुपार्श्व जिन वंदीए… (२)
अलख निरंजन वच्छलु (२),
सकल जंतु विसराम ललना
अभयदान दाता सदा (२),
पूरण आतमराम ललना
श्री सुपार्श्व जिन वंदीए… (२)
वीतराग मद कल्पना (२),
रति अरति भय सोग ललना
निंद्रा तंद्रा दुरदशा (२),
रहित अबाधित योग ललना
श्री सुपार्श्व जिन वंदीए… (२)
परम पुरुष परमातमा (२),
परमेश्वर परधान ललना
परम पदारथ परमेष्ठी (२),
परमदेव परमान ललना
श्री सुपार्श्व जिन वंदीए… (२)
विधि विरंचि विश्वंभरू (२),
ऋषिकेश जगनाथ ललना
अघहर अघमोचन धणी (२),
मुक्ति परमपद साथ ललना
श्री सुपार्श्व जिन वंदीए… (२)
एम अनेक अभिधा धरे (२),
अनुभवगम्य विचार ललना
जे जाणे तेहने करे (२),
आनंदघन अवतार ललना
श्री सुपार्श्व जिन वंदीए… (२)


