સિદ્ધગિરિને ભેટવાનો ભાવ જાગ્યો રે,
ગિરિવરની ભક્તિમાં મારો મનડો લાગ્યો રે
ભવસાગરને તરવા માટે ગિરિવર નૈયા છે,
ઉજજવલ ગિરિને ભેટતા બસ ! હર્ષિત હૈયા છે,
મેરુ મહિધર તીર્થને મેં આરાધ્યો રે,
ગિરિવરની ભક્તિમાં… (૧)
સિદ્ધાચલ વિમલાચલ, રેવત ગિરિવર નામ છે,
ભદ્રંકર ગુણકંદ ચરણમાં નિત્ય પ્રણામ છે,
મહોદયગિરિ મહાપીઠ ગિરિ શાશ્વત ભાખ્યો રે,
ગિરિવરની ભક્તિમાં… (૨)
જ્યોતિ સ્વરુપ શિવપદ ઉદયગિરિ કીર્તિ ભારી છે,
કર્મસુદન સુરપ્રિય ગિરિવર જય જયકારી છે,
નંદીવર્ધન તાલધ્વજગિરિ દિલમાં રાખ્યો રે,
ગિરિવરની ભક્તિમાં… (૩)
અજરામર પદ ચર્ચગિરિવર શિવદા સંતો છે,
નગેશ હેમગિરિ જયંતગિરિ જય જયવંતો છે,
કપર્દિવાસ અનંત શક્તિ ગ્રંથે દાખ્યો રે,
ગિરિવરની ભક્તિમાં… (૪)
શશી રમણલાલ યાત્રા નવ્વાણું ભાવે કરાવે છે,
ચિન્તન અનુજ હળીમળીને મહાગિરિ આવે છે,
શત્રુંજય ઉત્સવ કરી જગમાં નામ કમાયો રે,
ગિરિવરની ભક્તિમાં… (૫)
સૂરિ રાજેન્દ્ર” દ્રઢ શક્તિ ગિરિ મહિમા બતાવ્યો છે,
કંચનગિરિ સુભદ્ર અકર્મક નામ છાયો છે,
“જયન્તસેન” ગિરિરાજ ને ભક્તિ થી ગાયો રે,
ગિરિવરની ભક્તિમાં… (૬)
सिद्धगिरिने भेटवानो भाव जाग्यो रे,
गिरिवरनी भक्तिमां मारो मनडो लाग्यो रे
भवसागरने तरवा माटे गिरिवर नैया छे,
उजजवल गिरिने भेटता बस ! हर्षित हैया छे,
मेरु महिधर तीर्थने में आराध्यो रे,
गिरिवरनी भक्तिमां… (१)
सिद्धाचल विमलाचल, रेवत गिरिवर नाम छे,
भद्रंकर गुणकंद चरणमां नित्य प्रणाम छे,
महोदयगिरि महापीठ गिरि शाश्वत भाख्यो रे,
गिरिवरनी भक्तिमां… (२)
ज्योति स्वरुप शिवपद उदयगिरि कीर्ति भारी छे,
कर्मसुदन सुरप्रिय गिरिवर जय जयकारी छे,
नंदीवर्धन तालध्वजगिरि दिलमां राख्यो रे,
गिरिवरनी भक्तिमां… (३)
अजरामर पद चर्चगिरिवर शिवदा संतो छे,
नगेश हेमगिरि जयंतगिरि जय जयवंतो छे,
कपर्दिवास अनंत शक्ति ग्रंथे दाख्यो रे,
गिरिवरनी भक्तिमां… (४)
शशी रमणलाल यात्रा नव्वाणुं भावे करावे छे,
चिन्तन अनुज हळीमळीने महागिरि आवे छे,
शत्रुंजय उत्सव करी जगमां नाम कमायो रे,
गिरिवरनी भक्तिमां… (५)
सूरि राजेन्द्र” द्रढ शक्ति गिरि महिमा बताव्यो छे,
कंचनगिरि सुभद्र अकर्मक नाम छायो छे,
“जयन्तसेन” गिरिराज ने भक्ति थी गायो रे,
गिरिवरनी भक्तिमां… (६)


