(રચયિતા: દેવરધી)
સોનાની છડી છે, રૂપા ની મશાલ છે,
વીરજીનો દરબાર, કેવો વિશાળ છે…
સોનાની…
ઝૂલતા ચામરના ઉજળા ઉછાળ છે,
સોનેરી કળશ છે, ચાંદીના થાળ છે;
મોંઘેરા મુગટ છે, મોતીની માળ છે,
હોઠે મુસ્કાન છે, આંખોમાં વહાલ છે;
સોનાની છડી છે, રૂપા ની મશાલ છે.
વીરજીનો દરબાર, કેવો વિશાળ છે…
ઘંટનાદ ગુંજે છે, પૂજા ત્રિકાળ છે,
પાની ધ પા સૂર છે, તીરકીટ ધા તાલ છે;
નંદપ્રભા આંગણીયે, આતમ ઉજમાળ છે,
દેવર્ધિ દીપે છે, સાચી સંભાળ છે;
સોનાની છડી છે, રૂપા ની મશાલ છે.
વીરજીનો દરબાર, કેવો વિશાળ છે…
(रचयिता: देवरधी)
सोनानी छडी छे, रूपा नी मशाल छे,
वीरजीनो दरबार, केवो विशाळ छे…
सोनानी…
झूलता चामरना उजळा उछाळ छे,
सोनेरी कळश छे, चांदीना थाळ छे;
मोंघेरा मुगट छे, मोतीनी माळ छे,
होठे मुस्कान छे, आंखोमां वहाल छे;
सोनानी छडी छे, रूपा नी मशाल छे.
वीरजीनो दरबार, केवो विशाळ छे…
घंटनाद गुंजे छे, पूजा त्रिकाळ छे,
पानी ध पा सूर छे, तीरकीट धा ताल छे;
नंदप्रभा आंगणीये, आतम उजमाळ छे,
देवर्धि दीपे छे, साची संभाळ छे;
सोनानी छडी छे, रूपा नी मशाल छे.
वीरजीनो दरबार, केवो विशाळ छे…


