રચના: પ. પૂ. શ્રી ઉદયરત્ન વિજયજી મહારાજ સાહેબ
સોના – રૂપાના કળશે, પ્રભુને ન્હવરાવું હર્ષે,
પાવન નદીઓ ના પાણી, દેવો લાવ્યા છે તાણી,
આ ધારા તો.. પુણ્ય ની ધારા છે… પ્રભુજી તો મ્હારા છે.
વાદળ ઉમટે છે રોજ ગગનમાં અભિષેક જળ ભરવા,
હું પંચેન્દ્રિય છું પણ ચાહું એકેન્દ્રિય પદ ધરવા,
તારા અંગ અંગ ના સ્પર્શે ખળ – ખળ થઇને હું નાચું,
તારી અભિષેક પૂજામાં હું એજ વિચારે રાચું… આ ધારા તો…
દેવોની દુનિયાનો મેળો લાગ્યો છે આકાશે,
સ્પર્શ તમારો પામી સ્વામી! મેરુ પણ ભીંજાશે,
અભિષેક ની રંગ છટાઓ, તવ મસ્તક પર વહેતી,
એ જોવા દેવની આંખો જાણે અનિમેષ રહેતી… આ ધારા તો..
રોજ પરોઢે જળની ધારા થઇને ચરણ પખાળું,
સૂર્ય “ઉદય" ના તેજે, ચમકે મુખડું તારું રૂપાળું,
લઇ આવું મેઘ સવારી ભરી આવું જળની ઝારી,
પક્ષાલ પૂજામાં આજે લાવું કળશો શણગારી… આ ધારા તો..
આ ધારા તો પુણ્યની ધારા છે પ્રભુજી તો મ્હારા છે,
સમકિતની માળા છે..પ્રભુજી તો પ્યારા છે.
रचना: प. पू. श्री उदयरत्न विजयजी महाराज साहेब
सोना – रूपाना कळशे, प्रभुने न्हवरावुं हर्षे,
पावन नदीओ ना पाणी, देवो लाव्या छे ताणी,
आ धारा तो.. पुण्य नी धारा छे… प्रभुजी तो म्हारा छे.
वादळ उमटे छे रोज गगनमां अभिषेक जळ भरवा,
हुं पंचेन्द्रिय छुं पण चाहुं एकेन्द्रिय पद धरवा,
तारा अंग अंग ना स्पर्शे खळ – खळ थइने हुं नाचुं,
तारी अभिषेक पूजामां हुं एज विचारे राचुं… आ धारा तो…
देवोनी दुनियानो मेळो लाग्यो छे आकाशे,
स्पर्श तमारो पामी स्वामी! मेरु पण भींजाशे,
अभिषेक नी रंग छटाओ, तव मस्तक पर वहेती,
ए जोवा देवनी आंखो जाणे अनिमेष रहेती… आ धारा तो..
रोज परोढे जळनी धारा थइने चरण पखाळुं,
सूर्य “उदय" ना तेजे, चमके मुखडुं तारुं रूपाळुं,
लइ आवुं मेघ सवारी भरी आवुं जळनी झारी,
पक्षाल पूजामां आजे लावुं कळशो शणगारी… आ धारा तो..
आ धारा तो पुण्यनी धारा छे प्रभुजी तो म्हारा छे,
समकितनी माळा छे..प्रभुजी तो प्यारा छे.


