(રાગ : તમારા હૃદય આકાશમાં)
તમારા હૃદય આકાશમાં,
પંખી બની ઉડ્યા કરૂં,
આંખો ની પાંપણો માં,
અમી બની ઝર્યા કરૂં…
તમારી મુસકાને જીવન મારું,
એની સ્મૃતિએ જીવ્યા કરૂં,
હૃદયના દ્વારેથી તમને,
જોયા કરૂં, જોયા કરૂં
આંખોની પાંપણો માં…
તું છે મારો જીવન સહારો ને,
તું છે મારો સાગર કિનારો,
ઓ સાગરની મીઠી લહેરે લહેરે,
સંધ્યા બની ઠળ્યા કરૂં,
આંખોની પાંપણો માં…
(राग : तमारा हृदय आकाशमां)
तमारा हृदय आकाशमां,
पंखी बनी उड्या करूं,
आंखो नी पांपणो मां,
अमी बनी झर्या करूं…
तमारी मुसकाने जीवन मारुं,
एनी स्मृतिए जीव्या करूं,
हृदयना द्वारेथी तमने,
जोया करूं, जोया करूं
आंखोनी पांपणो मां…
तुं छे मारो जीवन सहारो ने,
तुं छे मारो सागर किनारो,
ओ सागरनी मीठी लहेरे लहेरे,
संध्या बनी ठळ्या करूं,
आंखोनी पांपणो मां…


