(રચના : જતીનભાઈ બીડ)
તમારી મધભરી આંખો,
અજબ જાદુ કરી જાએ;
હું તમને જોતો રહી જાઉં,
ને આંખો સ્થિર થઈ જાએ..
તમારી મધભરી…
બે મારા નયન, બે તમારા નયન,
આ નયનો કરે રૂડી વાતો;
થોડી વ્હાલુડી, થોડી મિઠુડી,
આ નયનો કરે રૂડી વાતો;
કોઇ અવનવો અહેસાસ હૃદયમાં,
સુગંધ ભરી જાયે…
તમારી મધભરી…
નજરથી જ્યાં નજર મળી ત્યાં,
ધન્ય પળ સર્જાઈ;
ક્યારે ઉષા થઈ, ક્યારે નિશા થઈ,
વાત ગઈ એ ભુલાઈ;
આ મોહિની મુખની મુદ્રા,
મને મુગ્ધ કરી જાયે…
તમારી મધભરી આંખો…
(रचना : जतीनभाई बीड)
तमारी मधभरी आंखो,
अजब जादु करी जाए;
हुं तमने जोतो रही जाउं,
ने आंखो स्थिर थई जाए..
तमारी मधभरी…
बे मारा नयन, बे तमारा नयन,
आ नयनो करे रूडी वातो;
थोडी व्हालुडी, थोडी मिठुडी,
आ नयनो करे रूडी वातो;
कोइ अवनवो अहेसास हृदयमां,
सुगंध भरी जाये…
तमारी मधभरी…
नजरथी ज्यां नजर मळी त्यां,
धन्य पळ सर्जाई;
क्यारे उषा थई, क्यारे निशा थई,
वात गई ए भुलाई;
आ मोहिनी मुखनी मुद्रा,
मने मुग्ध करी जाये…
तमारी मधभरी आंखो…


