તમે આવજો રે શંખેશ્વર મુકામે
મારા પાર્શ્વ પ્રભુના ધામે લખજો કાગળિયા
એમાં છાંટજો રે, તમે કેશરના છાંટણીયા
એમાં કંકુના છાંટણીયા, લખજો કાગળિયા…
તમે આવજો રે…
પાર્શ્વ પ્રભુની આંગી રચજો લઈને તાજા ફૂલ
આંગી એવી સુંદર રચજો થાય નહિ રે ભૂલ
આંગી શોભતી રે, તમે મંદિરીયા શણગારો
એમાં દીવડાઓ પ્રગટાવો… લખજો કાગળિયાં…
તમે આવજો રે…
સોના રૂપાના ફૂલડે આજે, પાર્શ્વ પ્રભુને વધાવો
સાચા-દેવની ભક્તિ કરવાં, શંખેશ્વરમાં આવો
થઈ થઈ નાચજો રે તમે પાર્શ્વ પ્રભુના દ્વારે
એની ભક્તિના આધારે… લખજો કાગળિયાં…
તમે આવજો રે…
અવસર આ સુંદર આવ્યો, હેતથી ઉજવજો
નશ્વર છે આ માનવભવ આ, વાત ના વિસરજો
ભક્તિભાવથી રે, તમે માનવતા મહેકાવો
પ્રભુ-પાર્શ્વના ચરણોમાં આવો… લખજો કાગળિયાં…
તમે આવજો રે…
तमे आवजो रे शंखेश्वर मुकामे
मारा पार्श्व प्रभुना धामे लखजो कागळिया
एमां छांटजो रे, तमे केशरना छांटणीया
एमां कंकुना छांटणीया, लखजो कागळिया…
तमे आवजो रे…
पार्श्व प्रभुनी आंगी रचजो लईने ताजा फूल
आंगी एवी सुंदर रचजो थाय नहि रे भूल
आंगी शोभती रे, तमे मंदिरीया शणगारो
एमां दीवडाओ प्रगटावो… लखजो कागळियां…
तमे आवजो रे…
सोना रूपाना फूलडे आजे, पार्श्व प्रभुने वधावो
साचा-देवनी भक्ति करवां, शंखेश्वरमां आवो
थई थई नाचजो रे तमे पार्श्व प्रभुना द्वारे
एनी भक्तिना आधारे… लखजो कागळियां…
तमे आवजो रे…
अवसर आ सुंदर आव्यो, हेतथी उजवजो
नश्वर छे आ मानवभव आ, वात ना विसरजो
भक्तिभावथी रे, तमे मानवता महेकावो
प्रभु-पार्श्वना चरणोमां आवो… लखजो कागळियां…
तमे आवजो रे…


