(રચના : પૂ. મુનિ શ્રી પાર્શ્વસુંદર મ. સા.)
તમે ભોળા છો, તમે ભગવાન અમારા,
તમારા ખોળામાં, અમે બાળક તમારા…
ભોળા છો ભગવાન અમારા, ભક્તો અમે તમારા,
તમે ભગવાન અમારા, અમે બાળક તમારા…
અમે તો કોરા પથ્થર, તમે કોતરણી કરજો,
હૈયાનાં દરવાજે, તમે રંગોળી ભરજો,
તમે અમારા જીવનને, ધબકાવનારા,
તમે ભગવાન અમારા, અમે બાળક તમારા…
દોડી-દોડી આવ્યા હવે, હાથ અમારો ઝાલો,
પગલાં અમે ભરીશું પણ, સંગાથે તમે જ ચાલો,
તમે જ સાચા મારગને, ચીંધનારા,
તમે ભગવાન અમારા, અમે બાળક તમારા…
ના કોઈ સાચા-ખોટા, ના કોઈ નાના-મોટા,
તમારી પાસે સરખા, આ દરિયા ને પરપોટા,
તમે સહુને વ્હાલથી, ભીંજાવનારા,
તમે ભગવાન અમારા, અમે બાળક તમારા…
વિમલનાથ અમારા, અમે બાળક તમારા…
(रचना : पू. मुनि श्री पार्श्वसुंदर म. सा.)
तमे भोळा छो, तमे भगवान अमारा,
तमारा खोळामां, अमे बाळक तमारा…
भोळा छो भगवान अमारा, भक्तो अमे तमारा,
तमे भगवान अमारा, अमे बाळक तमारा…
अमे तो कोरा पथ्थर, तमे कोतरणी करजो,
हैयानां दरवाजे, तमे रंगोळी भरजो,
तमे अमारा जीवनने, धबकावनारा,
तमे भगवान अमारा, अमे बाळक तमारा…
दोडी-दोडी आव्या हवे, हाथ अमारो झालो,
पगलां अमे भरीशुं पण, संगाथे तमे ज चालो,
तमे ज साचा मारगने, चींधनारा,
तमे भगवान अमारा, अमे बाळक तमारा…
ना कोई साचा-खोटा, ना कोई नाना-मोटा,
तमारी पासे सरखा, आ दरिया ने परपोटा,
तमे सहुने व्हालथी, भींजावनारा,
तमे भगवान अमारा, अमे बाळक तमारा…
विमलनाथ अमारा, अमे बाळक तमारा…


