તમે દર્શન વહેલા દેજો,
શંખેશ્વર વાળા પાર્શ્વજી
હે.. તારે રે દ્વારે હું તો,
આવ્યો મારા નાથજી
તમે દર્શન… હો તમે દર્શન…
કહો તો રે દાદા જળના કળશા લઈ આવું
તારો રે પૂજારી થઈને આવું મારા નાથજી
તમે દર્શન…
કહો તો રે દાદા હું તો મુગટ લઈ આવું
તારો રે સોનિડો થઈને આવું મારા નાથજી
તમે દર્શન…
કહો તો રે દાદા હું તો ફૂલો લઈ આવું
તારો રે માળીડો થઈને આવું મારા નાથજી
તમે દર્શન…
નાગ-નાગણી ને તેં તો બળતાં બચાવ્યાં
આરે સંસારથી ઉગારો મારા નાથજી
તમે દર્શન…
तमे दर्शन वहेला देजो,
शंखेश्वर वाळा पार्श्वजी
हे.. तारे रे द्वारे हुं तो,
आव्यो मारा नाथजी
तमे दर्शन… हो तमे दर्शन…
कहो तो रे दादा जळना कळशा लई आवुं
तारो रे पूजारी थईने आवुं मारा नाथजी
तमे दर्शन…
कहो तो रे दादा हुं तो मुगट लई आवुं
तारो रे सोनिडो थईने आवुं मारा नाथजी
तमे दर्शन…
कहो तो रे दादा हुं तो फूलो लई आवुं
तारो रे माळीडो थईने आवुं मारा नाथजी
तमे दर्शन…
नाग-नागणी ने तें तो बळतां बचाव्यां
आरे संसारथी उगारो मारा नाथजी
तमे दर्शन…


