તમે મન મૂકીને વરસ્યા, અમે જનમ જનમનાં તરસ્યા.
તમે મુશળધારે વરસ્યા, અમે જનમ જનમનાં તરસ્યા
તમે મન…
હજાર હાથે તમે દીધું પણ, ઝોળી અમારી ખાલી,
જ્ઞાન ખજાનો તમે લૂંટાવ્યો, તોયે અમે અજ્ઞાની,
તમે અમૃત રૂપે વરસ્યા, અમે જનમ જનમનાં તરસ્યા
તમે મન…
સ્નેહની ગંગા તમે વહાવી, જીવન નિર્મળ કરવા,
પ્રેમની જ્યોતિ તમે જલાવી, આતમ ઉજ્જવળ કરવા,
તમે સૂરજ થઇને ચમક્યા, અમે અંધારામાં ભટક્યા
તમે મન…
શબ્દે શબ્દે શાતા આપે, એવી પ્રભુની વાણી,
એ વાણીની પાવનતાને, અમે કદી ના પિછાણી,
તમે મહેરામણ થઇને ઉમટ્યા, અમે કાંઠે આવી અટક્યા
તમે મન…
तमे मन मूकीने वरस्या, अमे जनम जनमनां तरस्या.
तमे मुशळधारे वरस्या, अमे जनम जनमनां तरस्या
तमे मन…
हजार हाथे तमे दीधुं पण, झोळी अमारी खाली,
ज्ञान खजानो तमे लूंटाव्यो, तोये अमे अज्ञानी,
तमे अमृत रूपे वरस्या, अमे जनम जनमनां तरस्या
तमे मन…
स्नेहनी गंगा तमे वहावी, जीवन निर्मळ करवा,
प्रेमनी ज्योति तमे जलावी, आतम उज्जवळ करवा,
तमे सूरज थइने चमक्या, अमे अंधारामां भटक्या
तमे मन…
शब्दे शब्दे शाता आपे, एवी प्रभुनी वाणी,
ए वाणीनी पावनताने, अमे कदी ना पिछाणी,
तमे महेरामण थइने उमट्या, अमे कांठे आवी अटक्या
तमे मन…


