(રચના : પૂ. સા. કિર્તીપૂર્ણશ્રીજી મ. સા. (ડીસાવાળા) )
(રાગ : વિર્તીધરનો વેષ પ્યારો)
તારી મારી પ્રીતનાં શું કરું રે વખાણ,
ઘડી બે ઘડી ગમતી તારી ભક્તિની રસલ્હાણ.. (૧)
તારી મારી…
તુજને જોતાં ભૂલી જાઉં દુનિયાના રંગ,
સારો સારો લાગે પ્રભુ જીરાઉલાનો સંગ.. (૨)
તારી મારી…
અમી ભરેલી આંખડી નીરખી ભૂલી જાઉં ભાન,
મુખડા ઉપર વારી જાઉં ગાઉં તારા ગાન.. (૩)
તારી મારી…
કદીય ન ભૂલું હવે પ્રભુજી જીરાઉલાનું નામ,
તારું ધ્યાન ધરતાં ધરતાં બની જાઉં મસ્તાન.. (૪)
તારી મારી…
ધ્યાતા ધ્યેયને ધ્યાનમાં, અનુભવ રસ પ્રમાણ,
ધ્યાનમાં પ્રભુજી તુમશું મળશું કીર્તિ કરે પ્રણામ.. (૫)
તારી મારી…
શરણું તારું ભવોભવ માંગું દેજે પ્રભુ વરદાન,
ભદ્રશિશુને સદૈવ દેજે તુજ ચરણોમાં સ્થાન.. (૬)
તારી મારી…
(रचना : पू. सा. किर्तीपूर्णश्रीजी म. सा. (डीसावाळा) )
(राग : विर्तीधरनो वेष प्यारो)
तारी मारी प्रीतनां शुं करुं रे वखाण,
घडी बे घडी गमती तारी भक्तिनी रसल्हाण.. (१)
तारी मारी…
तुजने जोतां भूली जाउं दुनियाना रंग,
सारो सारो लागे प्रभु जीराउलानो संग.. (२)
तारी मारी…
अमी भरेली आंखडी नीरखी भूली जाउं भान,
मुखडा उपर वारी जाउं गाउं तारा गान.. (३)
तारी मारी…
कदीय न भूलुं हवे प्रभुजी जीराउलानुं नाम,
तारुं ध्यान धरतां धरतां बनी जाउं मस्तान.. (४)
तारी मारी…
ध्याता ध्येयने ध्यानमां, अनुभव रस प्रमाण,
ध्यानमां प्रभुजी तुमशुं मळशुं कीर्ति करे प्रणाम.. (५)
तारी मारी…
शरणुं तारुं भवोभव मांगुं देजे प्रभु वरदान,
भद्रशिशुने सदैव देजे तुज चरणोमां स्थान.. (६)
तारी मारी…


