તારજે દુબાડજે, જીવાડજે કે મારજે,
સઘળું તને સોંપી દીધું આદેશ્વર ભગવાન રે
ઉગારજે કે તારજે, તરછોડજે સ્વીકારજે,
સઘળું તને સોંપી દીધું આદેશ્વર ભગવાન રે
(૨ વાર)
સેવા તારી આપજે કે દૂર તુજથી રાખજે,
સ્મરણ તારું આપજે કે માયા માં લપટાવજે,
સઘળું તને સોંપી દીધું આદેશ્વર ભગવાન રે
(૨ વાર)
સત્સંગ-કોઈનો આપજે કે દુઃસંગ માં તું રાખજે,
દર્શન તારા આપજે કે રખડતો તું રાખજે,
સઘળું તને સોંપી દીધું આદેશ્વર ભગવાન રે
(૨ વાર)
સઘળું તારું રાખજે પણ વાત મારી માનજે,
સદગુરુ ના શ્રી ચરણોમાં, આ બાળક ને સંભાળજે,
સઘળું તને સોંપી દીધું આદેશ્વર ભગવાન રે
(૨ વાર)
तारजे दुबाडजे, जीवाडजे के मारजे,
सघळुं तने सोंपी दीधुं आदेश्वर भगवान रे
उगारजे के तारजे, तरछोडजे स्वीकारजे,
सघळुं तने सोंपी दीधुं आदेश्वर भगवान रे
(२ वार)
सेवा तारी आपजे के दूर तुजथी राखजे,
स्मरण तारुं आपजे के माया मां लपटावजे,
सघळुं तने सोंपी दीधुं आदेश्वर भगवान रे
(२ वार)
सत्संग-कोईनो आपजे के दुःसंग मां तुं राखजे,
दर्शन तारा आपजे के रखडतो तुं राखजे,
सघळुं तने सोंपी दीधुं आदेश्वर भगवान रे
(२ वार)
सघळुं तारुं राखजे पण वात मारी मानजे,
सदगुरु ना श्री चरणोमां, आ बाळक ने संभाळजे,
सघळुं तने सोंपी दीधुं आदेश्वर भगवान रे
(२ वार)




