(રચના : પૂજ્ય મુનિરાજ શ્રમણહંસ વિજયજી મ.સા
અને વૈભવ દોશી)
થશે મારા પ્રભુનો લેપ
એ પળ માણશું આજે
તમારા રૂપ ને જોઈ,
અશ્રુ હરખે ભર્યા આજે
થશે મારા પ્રભુનો…
તમારા મુખ ને જોઈ
થયા પાવન અમે આજે,
કરુણાના નયન નીરખી
થયા બળભાગી અમે આજે,
તમારા ચરણ ને પુજવા
થયા અધીરા અમે આજે,
મહાઅભિષેક કરવાને
થનગને સહુ કોઈ આજે
થશે મારા પ્રભુનો…
કંઈક વરસો નો અરમાનો
કંઈક સોનેરી શમણાંઓ,
કંઈક જીવોના જીવનની
અધૂરી એ તમન્નાઓ,
પુરી થાશે પ્રાર્થનાઓ
સ્પર્શ સાચો થશે તારો,
વ્હાલા અંતરિક્ષ દાદા હવે
બોલશે બે ઘડી ચાલો
થશે મારા પ્રભુનો…
(रचना : पूज्य मुनिराज श्रमणहंस विजयजी म.सा
अने वैभव दोशी)
थशे मारा प्रभुनो लेप
ए पळ माणशुं आजे
तमारा रूप ने जोई,
अश्रु हरखे भर्या आजे
थशे मारा प्रभुनो…
तमारा मुख ने जोई
थया पावन अमे आजे,
करुणाना नयन नीरखी
थया बळभागी अमे आजे,
तमारा चरण ने पुजवा
थया अधीरा अमे आजे,
महाअभिषेक करवाने
थनगने सहु कोई आजे
थशे मारा प्रभुनो…
कंईक वरसो नो अरमानो
कंईक सोनेरी शमणांओ,
कंईक जीवोना जीवननी
अधूरी ए तमन्नाओ,
पुरी थाशे प्रार्थनाओ
स्पर्श साचो थशे तारो,
व्हाला अंतरिक्ष दादा हवे
बोलशे बे घडी चालो
थशे मारा प्रभुनो…


