ટીલડી રે મારા પ્રભુજી ને શોભતી
કેવી મેં તો ટીલડી ઘડાવી.
ઓ પ્રભુજી મારા… ટીલડી રે…
ટીલડી ઘડાવવા હું તો સોની ઘેર ગ્યો'તો,
સોનીડાએ ઘાટ રૂડા ઘડિયા.
ઓ પ્રભુજી મારા… ટીલડી રે…
ટીલડી ઘડાવવા હું તો ઝવેરી ઘેર ગ્યો'તો,
ઝવેરીએ હીરા મોતી જડીયા.
ઓ પ્રભુજી મારા… ટીલડી રે…
એવી રે ટીલડી હું તો શંખેશ્વર લાવ્યો,
શંખેશ્વરા પાર્શ્વને ચઢાવી.
ઓ પ્રભુજી મારા… ટીલડી રે…
દાદા તારી ટીલડીએ સૌના મન મોહ્યા,
ભક્ત તણા અંતરિયા ખોલ્યા.
ઓ પ્રભુજી મારા… ટીલડી રે…
टीलडी रे मारा प्रभुजी ने शोभती
केवी में तो टीलडी घडावी.
ओ प्रभुजी मारा… टीलडी रे…
टीलडी घडाववा हुं तो सोनी घेर ग्यो'तो,
सोनीडाए घाट रूडा घडिया.
ओ प्रभुजी मारा… टीलडी रे…
टीलडी घडाववा हुं तो झवेरी घेर ग्यो'तो,
झवेरीए हीरा मोती जडीया.
ओ प्रभुजी मारा… टीलडी रे…
एवी रे टीलडी हुं तो शंखेश्वर लाव्यो,
शंखेश्वरा पार्श्वने चढावी.
ओ प्रभुजी मारा… टीलडी रे…
दादा तारी टीलडीए सौना मन मोह्या,
भक्त तणा अंतरिया खोल्या.
ओ प्रभुजी मारा… टीलडी रे…


