( શ્રી નવ્વાણુ પ્રકારી પૂજા ની એક ઢાળ)
(રચના: પ. પૂ. શ્રી શુભવીર વિજયજી મ. સા. )
(ઢાળ: વીરકુંવરની વાતડી કેને કહીએ – એ દેશી)
તીરથની આશાતના નવિ કરીએ, નવિ કરીએ રે નવિ કરીએ,
ધૂપધ્યાન ઘટા અનુસરીએ, તરીએ સંસાર.
તીરથની… (૧)
આશાતના કરતાં થકાં ધનહાણી, ભૂખ્યાં ન મળે અન્ન પાણી;
કાયા વળી રોગે ભરાણી, આ ભવમાં એમ.
તીરથની… (૨)
પરભવ પરમાધામીને વશ પડશે, વૈતરણી નદી માં ભળસે;
અગ્નિને કુંડે બળશે, નહીં શરણું કોય.
તીરથની… (૩)
પૂરવ નવાણું નાથજી ઇહાં આવ્યા, સાધુ કેઈ મોક્ષે સિધાવ્યા,
શ્રાવક પણ સિદ્ધિ સુહાયા, જપતાં ગિરિ નામ.
તીરથની… (૪)
અષ્ટોત્તરશતકૂટ એ ગિરિ ઠામે, સૌંદર્ય યશોધર નામે,
પ્રીતિમંડણ કામુકકામે, વળી સહજાનંદ.
તીરથની… (૫)
મહેંદ્રધ્વજ સરવારથસિદ્ધ કહીએ, પ્રિયંકાર નામ એ લહી એ,
ગિરિ શીતલ છાંયે રહીએ, નિત્ય ધરીએ ધ્યાન.
તીરથની… (૬)
પૂજા નવાણું પ્રકારની એમ કીજે, નરભવનો લાહો લીજે;
વળી દાન સુપાત્રે દીજે, ચઢતે પરિણામ.
તીરથની… (૭)
સેવન ફળ સંસારમાં કરે લીલા, રમણી ધન સુંદર બાળા,
“શુભવીર” વિનોદ વિશાળા, મંગળ શિવમાળ.
તીરથની… (૮)
( श्री नव्वाणु प्रकारी पूजा की एक ढाळ)
(रचना: प. पू. श्री शुभवीर विजयजी म. सा. )
(ढाळ: वीरकुंवरनी वातडी केने कहीए – ए देशी)
तीरथनी आशातना नवि करीए, नवि करीए रे नवि करीए,
धूपध्यान घटा अनुसरीए, तरीए संसार.
तीरथनी… (१)
आशातना करतां थकां धनहाणी, भूख्यां न मळे अन्न पाणी;
काया वळी रोगे भराणी, आ भवमां एम.
तीरथनी… (२)
परभव परमाधामीने वश पडशे, वैतरणी नदी मां भळसे;
अग्निने कुंडे बळशे, नहीं शरणुं कोय.
तीरथनी… (३)
पूरव नवाणुं नाथजी इहां आव्या, साधु केई मोक्षे सिधाव्या,
श्रावक पण सिद्धि सुहाया, जपतां गिरि नाम.
तीरथनी… (४)
अष्टोत्तरशतकूट ए गिरि ठामे, सौंदर्य यशोधर नामे,
प्रीतिमंडण कामुककामे, वळी सहजानंद.
तीरथनी… (५)
महेंद्रध्वज सरवारथसिद्ध कहीए, प्रियंकार नाम ए लही ए,
गिरि शीतल छांये रहीए, नित्य धरीए ध्यान.
तीरथनी… (६)
पूजा नवाणुं प्रकारनी एम कीजे, नरभवनो लाहो लीजे;
वळी दान सुपात्रे दीजे, चढते परिणाम.
तीरथनी… (७)
सेवन फळ संसारमां करे लीला, रमणी धन सुंदर बाळा,
“शुभवीर” विनोद विशाळा, मंगळ शिवमाळ.
तीरथनी… (८)


