(રચના : પ. પૂ. આ. ભ. શ્રી. સંસ્કારયશસુરીશ્વરજી મ. સા.)
તું છે મુજને સૌથી પ્યારો…
મારો તાત, માત, બંધુ, સખા, સાથ,
તારા વિના હું નોંધારો… (૨)
મારો તું એકજ સાચો સહારો… તું છે…
સાગરને તરવો… મેરુને ચઢવો…
એહથી પણ દુષ્કર… તું મુજને મળવો…
તારી પાછળ હું પાગલ થયો,
આ દુનિયામાં હું આગળ થયો…
તું છે મુજને સૌથી પ્યારો…
મુજ ચેતનાને તારો ખૂબ રંગ લાગ્યો છે,
તુજ આસ્થાનો મીઠો, આસ્વાદ ચાખ્યો છે,
મેં માંગ્યું લોભે લોભે, તે આપ્યું ખોબે ખોબે,
દેવામાં તેં બે હાથે, ના સંકોચ રાખ્યો છે…
તારી પાછળ હું પાગલ થયો,
આ દુનિયામાં હું આગળ થયો…
તું છે મુજને સૌથી પ્યારો…
સાગરના ઉછળે તરંગો, એમ માહરા અંગો,
છે તુજ રંગે રંગાયા, ધરે નિતનિત ઉમંગો,
લાગ્યુ છે મુજને આજે, ગાવુ છુ એક અવાજે,
હૂં તુજમાં ને તું મુજમાં, આ અભેદ બાંધ્યો છે…
તારી પાછળ હૂં પાગલ થયો
આ દુનિયામાં હૂં આગળ થયો…
તું છે મુજને સૌથી પ્યારો…
ગુરુઅજિતની ભક્તિના, મેળવવા આદર્શો,
તારા સંગે જે ગુરુવરના વીત્યા વર્ષોં વર્ષોં,
મળજો એવા 'સંસ્કારો' ખૂબ લબ્ધિના વિસ્તારો,
વિશ્વ મંગલના ભાવે, તુજને આરાધ્યો છે…
તારી પાછળ હૂં પાગલ થયો,
આ દુનિયામાં હૂં આગળ થયો…
તું છે મુજને સૌથી પ્યારો…
(रचना : प. पू. आ. भ. श्री. संस्कारयशसुरीश्वरजी म. सा.)
तुं छे मुजने सौथी प्यारो…
मारो तात, मात, बंधु, सखा, साथ,
तारा विना हुं नोंधारो… (२)
मारो तुं एकज साचो सहारो… तुं छे…
सागरने तरवो… मेरुने चढवो…
एहथी पण दुष्कर… तुं मुजने मळवो…
तारी पाछळ हुं पागल थयो,
आ दुनियामां हुं आगळ थयो…
तुं छे मुजने सौथी प्यारो…
मुज चेतनाने तारो खूब रंग लाग्यो छे,
तुज आस्थानो मीठो, आस्वाद चाख्यो छे,
में मांग्युं लोभे लोभे, ते आप्युं खोबे खोबे,
देवामां तें बे हाथे, ना संकोच राख्यो छे…
तारी पाछळ हुं पागल थयो,
आ दुनियामां हुं आगळ थयो…
तुं छे मुजने सौथी प्यारो…
सागरना उछळे तरंगो, एम माहरा अंगो,
छे तुज रंगे रंगाया, धरे नितनित उमंगो,
लाग्यु छे मुजने आजे, गावु छु एक अवाजे,
हूं तुजमां ने तुं मुजमां, आ अभेद बांध्यो छे…
तारी पाछळ हूं पागल थयो
आ दुनियामां हूं आगळ थयो…
तुं छे मुजने सौथी प्यारो…
गुरुअजितनी भक्तिना, मेळववा आदर्शो,
तारा संगे जे गुरुवरना वीत्या वर्षों वर्षों,
मळजो एवा 'संस्कारो' खूब लब्धिना विस्तारो,
विश्व मंगलना भावे, तुजने आराध्यो छे…
तारी पाछळ हूं पागल थयो,
आ दुनियामां हूं आगळ थयो…
तुं छे मुजने सौथी प्यारो…


