તુજને જોયા કરું, તારી સન્મુખ રહું
તારા હોઠ ફડફડે, એની રાહ જોઉં છું
એની રાહ જોઉં છું… તુજને…
તને મનથી હું નિશદિન સમરતો રહું છું
તારી આશામાં જુગજુગથી વાટ જોઉં છું
તારી અમીદ્રષ્ટિ માટે હું તો તરસ્યા કરું..
તુજને જોયા કરું…
જ્યારે ભાવો ભરીને તારી પૂજા કરું
ત્યારે ઉન્માદે હૈયું ન સાચવી શકું
તારી આંખો પટપટે એની રાહ જોઉં છું…
તુજને જોયા કરું…
કોઈ પરભવની પ્રીત મારી જાગી ગઈ
તને મળતાં જ ભીતી બધી ભાગી ગઈ
હવે દિવ્યચક્ષુ દે, હું તને ઓળખી શકું…
તુજને જોયા કરું…
મારા આતમને માર્ગ ચીંધ, એ જ માંગુ છું
તારું હૈયું મને ઓળખી લે, એ જ માંગુ છું
તારી બાંહો પસાર, એમાં હું સમાઈ જાઉં..
તુજને જોયા કરું…
તારા વિરહે અશ્રુધાર, મારી આંખે વહે છે
ક્યારે દાદા આવીને, મારા આંસુ લૂછશો
તું કેમના સુણે? હું તને રોજ વિનવું…
તુજને જોયા કરું…
तुजने जोया करुं, तारी सन्मुख रहुं
तारा होठ फडफडे, एनी राह जोउं छुं
एनी राह जोउं छुं… तुजने…
तने मनथी हुं निशदिन समरतो रहुं छुं
तारी आशामां जुगजुगथी वाट जोउं छुं
तारी अमीद्रष्टि माटे हुं तो तरस्या करुं..
तुजने जोया करुं…
ज्यारे भावो भरीने तारी पूजा करुं
त्यारे उन्मादे हैयुं न साचवी शकुं
तारी आंखो पटपटे एनी राह जोउं छुं…
तुजने जोया करुं…
कोई परभवनी प्रीत मारी जागी गई
तने मळतां ज भीती बधी भागी गई
हवे दिव्यचक्षु दे, हुं तने ओळखी शकुं…
तुजने जोया करुं…
मारा आतमने मार्ग चींध, ए ज मांगु छुं
तारुं हैयुं मने ओळखी ले, ए ज मांगु छुं
तारी बांहो पसार, एमां हुं समाई जाउं..
तुजने जोया करुं…
तारा विरहे अश्रुधार, मारी आंखे वहे छे
क्यारे दादा आवीने, मारा आंसु लूछशो
तुं केमना सुणे? हुं तने रोज विनवुं…
तुजने जोया करुं…


