(રચના : જૈનમ સંઘવી)
વિરતા ની હદ ને જે ઓળંગતા
એ વીર માતપિતા ના ચરણે વંદના…
અશક્ય જેની વિરતા ની કલ્પના
એ વીર માતપિતા ના ચરણે વંદના…
આંખ મા તો અશ્રુઓ ની ધાર છે
તોય મક્કમ-મન-માહી નિર્ધાર છે
વ્હાલ થી ભરેલ મનને મનાવે છે
એ જ વ્હાલ થી બાળ ને વધાવે છે
વીર્ય પ્રગટાવી જે વિરતિ અર્પતા
એ વીર માતપિતા ના ચરણે વંદના…
જન્મ્યા જેમથી વીર ગૌતમ ચંદના
એ વીર માતપિતા ના ચરણે વંદના…
એક બાજુ પુત્ર કેરો પ્રેમ છે
એક બાજુ વીર છે ને નેમ છે
એક બાજુ વિરતિ નો બાગ છે
એક બાજુ પુત્ર કેરો રાગ છે
અંત જેઓ સંત બનવા સંતતિ
ને સંમતિ આપે ને રક્ષા કરે…
રક્ષકો જે વીર કેરા પંથ ના
વર્ધકો જે વીર કેરા વંશ ના…
જન્મ્યા જેમથી વીર ગૌતમ ચંદના
એ વીર માતપિતા ના ચરણે વંદના…
પુત્ર વિરહ નો દુઃખ ભારે લાગે છે
કાળજા મા તીર સમ એ વાગે છે
તત્વ સમજી, સત્વ ફોરવી ને જેઓ
એ પુત્ર ને પણ હસતા હસતા ત્યાગે છે
જન્મ્યા જેમથી તીર્થપતિ જિન ધર્મ ના
જન્મ્યા જેમથી મહાપુરુષ જિન સંઘ ના
જન્મ્યા જેમથી સતી-સીતા ને અંજના
એ વીર માતપિતા ના ચરણે વંદના…
જન્મ્યા જેમથી વીર ગૌતમ ચંદના
એ વીર માતપિતા ના ચરણે વંદના…
જન્મ્યા જેમથી વીર ગૌતમ ચંદના
એ વીર માતપિતા ના ચરણે વંદના…
(रचना : जैनम संघवी)
विरता नी हद ने जे ओळंगता
ए वीर मातपिता ना चरणे वंदना…
अशक्य जेनी विरता नी कल्पना
ए वीर मातपिता ना चरणे वंदना…
आंख मा तो अश्रुओ नी धार छे
तोय मक्कम-मन-माही निर्धार छे
व्हाल थी भरेल मनने मनावे छे
ए ज व्हाल थी बाळ ने वधावे छे
वीर्य प्रगटावी जे विरति अर्पता
ए वीर मातपिता ना चरणे वंदना…
जन्म्या जेमथी वीर गौतम चंदना
ए वीर मातपिता ना चरणे वंदना…
एक बाजु पुत्र केरो प्रेम छे
एक बाजु वीर छे ने नेम छे
एक बाजु विरति नो बाग छे
एक बाजु पुत्र केरो राग छे
अंत जेओ संत बनवा संतति
ने संमति आपे ने रक्षा करे…
रक्षको जे वीर केरा पंथ ना
वर्धको जे वीर केरा वंश ना…
जन्म्या जेमथी वीर गौतम चंदना
ए वीर मातपिता ना चरणे वंदना…
पुत्र विरह नो दुःख भारे लागे छे
काळजा मा तीर सम ए वागे छे
तत्व समजी, सत्व फोरवी ने जेओ
ए पुत्र ने पण हसता हसता त्यागे छे
जन्म्या जेमथी तीर्थपति जिन धर्म ना
जन्म्या जेमथी महापुरुष जिन संघ ना
जन्म्या जेमथी सती-सीता ने अंजना
ए वीर मातपिता ना चरणे वंदना…
जन्म्या जेमथी वीर गौतम चंदना
ए वीर मातपिता ना चरणे वंदना…
जन्म्या जेमथी वीर गौतम चंदना
ए वीर मातपिता ना चरणे वंदना…



