યુગોથી હું પુકારું છું, પ્રભુ ક્યારે કૃપા કરશો ?
વિનંતી હું ગુજારું છું, પ્રભુ ક્યારે કૃપા કરશો ?
પ્રવાસી કોઈ જંગલમાં… સલામત આશરો શોધે
ગરમ રણમાં તરવરનો મુસાફર છાંયડો ગોતે
તમોને એમ ચાહું છું… પ્રભુ…
સમાવી લે સરિતાને સમંદર જે ઉમળકાથી
તમે દિલમાં સ્વીકારી લો મને એવી જ મમતાથી
વિયોગે હું સુકાઉ છું… પ્રભુ…
જનેતા જેમ… ડગમગતા શિશુની આંગળી ઝાલે
તમે આપો સહારો તો સરળ મારી સફર ચાલે
તમારો સાથ માગું છું… પ્રભુ…
युगोथी हुं पुकारुं छुं, प्रभु क्यारे कृपा करशो ?
विनंती हुं गुजारुं छुं, प्रभु क्यारे कृपा करशो ?
प्रवासी कोई जंगलमां… सलामत आशरो शोधे
गरम रणमां तरवरनो मुसाफर छांयडो गोते
तमोने एम चाहुं छुं… प्रभु…
समावी ले सरिताने समंदर जे उमळकाथी
तमे दिलमां स्वीकारी लो मने एवी ज ममताथी
वियोगे हुं सुकाउ छुं… प्रभु…
जनेता जेम… डगमगता शिशुनी आंगळी झाले
तमे आपो सहारो तो सरळ मारी सफर चाले
तमारो साथ मागुं छुं… प्रभु…