ઝનન ઝનન ઝનકારો રે
બોલે આતમનો એક તારો રે
હવે પ્રભુજી પાર ઉતારો (૨ વાર)
તારલિયાના તોટા નથી પણ,
સૂરજ ચંદા એક છે (૨ વાર)
દેવ અનેરા દુનિયામાં પણ,
મારે મન તું એક છે (૨ વાર)
છનન છનન છનકારો રે
તારા મુખડાનો મલકારો રે
હવે પ્રભુજી…
તું છે માતા તું છે પિતા,
તું છે જગનો દીવો (૨ વાર)
ત્રિશલાના નાનકડા નંદન,
જગ માં જગ જગ જીવો (૨ વાર)
છનન છનન છનકારો રે
મુજ પ્રાણ થકી તું પ્યારો રે
હવે પ્રભુજી…
झनन झनन झनकारो रे
बोले आतमनो एक तारो रे
हवे प्रभुजी पार उतारो (२ बार)
तारलियाना तोटा नथी पण,
सूरज चंदा एक छे (२ बार)
देव अनेरा दुनियामां पण,
मारे मन तुं एक छे (२ बार)
छनन छनन छनकारो रे
तारा मुखडानो मलकारो रे
हवे प्रभुजी…
तुं छे माता तुं छे पिता,
तुं छे जगनो दीवो (२ बार)
त्रिशलाना नानकडा नंदन,
जग मां जग जग जीवो (२ बार)
छनन छनन छनकारो रे
मुज प्राण थकी तुं प्यारो रे
हवे प्रभुजी…


