શ્રી વીરવિજયજી મહારાજ સાહેબનો જન્મ બ્રાહ્મણ કુલમાં જગદીશ્વર પિતા અને વિજયકોર માતાને ત્યાં સંવત 1829ના આસો સુદ 10, અમદાવાદમાં થયો હતો.
બાળપણનું નામ કેશવરામ. તેઓને ગંગા નામની બહેન હતી. રળીયાત નામની બ્રાહ્મણી સાથે લગ્ન થયાં હતાં.
સંવત 1848 માં ખંભાત નજીકના ગામમાં પંન્યાસ શુભવિજય પાસે કારતક વદ 3ના દિવસે દીક્ષા લીધી.
વીરવિજય મહારાજ સાહેબે અનેક કાવ્યો , સ્તવનો , પૂજાઓ , શુભવેલી , મોતીશાના ઢાળીયાં વગેરે અનેકની રચના કરી છે. પંન્યાસ શ્રી વીરવિજય મહારાજ સાહેબે શ્રી સ્નાત્ર પૂજા , શ્રી પાર્શ્વનાથ પંચકલ્યાણક પૂજા , શ્રી નવાણું પ્રકારની પૂજા , શ્રી બારવ્રતની પૂજા , શ્રી અંતરાય કર્મ નિવારણ પૂજા , પીસ્તાલીસ આગમ પૂજા વગેરે પૂજાની રચના કરી છે.
સંવત 1907 માં તેઓ બીમાર પડ્યા અને ભાદરવા વદ 3ના દિવસે અમદાવાદમાં કાળધર્મ પામ્યાં. એમને રચના કરેલા સ્તવનો , કાવ્યો આજે લોકો બોલો છે , ગાય છે. એમની બનાવેલ પૂજા આજે પણ લોકો ભણાવે છે.