Pandit Vir Vijayji Maharaj Saheb

પંન્યાસ શ્રી વીરવિજયજી મહારાજ સાહેબ
  • શ્રી વીરવિજયજી મહારાજ સાહેબનો જન્મ બ્રાહ્મણ કુલમાં જગદીશ્વર પિતા અને વિજયકોર માતાને ત્યાં સંવત 1829ના આસો સુદ 10, અમદાવાદમાં થયો હતો.
  • બાળપણનું નામ કેશવરામ. તેઓને ગંગા નામની બહેન હતી. રળીયાત નામની બ્રાહ્મણી સાથે લગ્ન થયાં હતાં.
  • સંવત 1848 માં ખંભાત નજીકના ગામમાં પંન્યાસ શુભવિજય પાસે કારતક વદ 3ના દિવસે દીક્ષા લીધી.
  • વીરવિજય મહારાજ સાહેબે અનેક કાવ્યો , સ્તવનો , પૂજાઓ , શુભવેલી , મોતીશાના ઢાળીયાં વગેરે અનેકની રચના કરી છે. પંન્યાસ શ્રી વીરવિજય મહારાજ સાહેબે શ્રી સ્નાત્ર પૂજા , શ્રી પાર્શ્વનાથ પંચકલ્યાણક પૂજા , શ્રી નવાણું પ્રકારની પૂજા , શ્રી બારવ્રતની પૂજા , શ્રી અંતરાય કર્મ નિવારણ પૂજા , પીસ્તાલીસ આગમ પૂજા વગેરે પૂજાની રચના કરી છે.
  • સંવત 1907 માં તેઓ બીમાર પડ્યા અને ભાદરવા વદ 3ના દિવસે અમદાવાદમાં કાળધર્મ પામ્યાં. એમને રચના કરેલા સ્તવનો , કાવ્યો આજે લોકો બોલો છે , ગાય છે. એમની બનાવેલ પૂજા આજે પણ લોકો ભણાવે છે.
પૂજા રચના
ક્રમ પૂજા નું નામ
૧ શ્રી સ્નાત્ર પૂજા
૨ શ્રી પાર્શ્વનાથ પંચકલ્યાણક પૂજા
૩ શ્રી નવાણું પ્રકારની પૂજા
૪ શ્રી બારવ્રતની પૂજા
૫ શ્રી અંતરાય કર્મ નિવારણ પૂજા
૬ પીસ્તાલીસ આગમ પૂજા