સ્વર્ગ માં માતાની ગોદ હશે કે નહિ
તેની ખબર નથી, પરંતુ માતાની
ગોદમાં સ્વર્ગ છે એની ખાતરી છે.
– રોહિત શાહ

માતાનું ઋણ ચુકવવા જતાં તો
ભગવાનનું યે દેવાળું નીકળી જાય!
– ઉમાશંકર જોશી

આ પૃથ્વીલોક ઉપર માં એક જ એવી દેવી
છે કે જેનો કોઈ નાસ્તિક નથી હોતો!
– લેગોવ

હેતને હોય નહિ સરહદ
માતાનું વાત્સલ્ય છે અનહદ.
– રોહિત શાહ

હાથ ને ચૂમી ભર્યાનો
થઇ ગયો અનુભવ,
સાવ કોરી પાટીમાં જ્યાં
સહેજ ઘૂંટી ‘મા’ !
– અશોક ચાવડા ‘બેદિલ’
