(૧) પહેલું રત્ન માફી
તમારા વિષે કોઈ ગમેં એમ બોલે પણ એને મનમાં ન લાવતાં મોટા મનથી એને માફ કરો.
(૨) બીજું રત્ન ઉપકાર
બીજા પર કરેલો ઉપકાર ભૂલી જાઓ. ફળની આશા રાખો નહિ. નિ:સ્વાર્થ ભાવ રાખો.
(૩) ત્રીજું રત્ન વિશ્વાસ
તમારી પોતાની મહેનત અને કર્મ પર અતૂટ વિશ્વાસ રાખો, બીજાના આધારની અપેક્ષા ન રાખો.
(૪) ચોથું રત્ન સબંધો
સામેના માણસની કાળજી આપણા કરતાં વધારે રાખો જેથી સારા સબંધો બનશે અને એ સબન્ધો જાળવી રાખો.
(૫) પાંચમું રત્ન દાન
સારા અને ઉત્તમ કાર્ય માટે સરળ હાથે દાન કરો. યોગ્ય પાત્રને દાન કરવાથી ધનની કમી થતી નથી અને મનને સમાધાન મળે છે.
(૬) છઠું રત્ન આરોગ્ય
દરરોજ વ્યાયામ, યોગાસન કરો. નિયમિત ચાલવાની ટેવ પાડો અને નિરોગી રહો.
(૭) સાતમુ રત્ન વૈરાગ્ય
હમેશાં યાદ રાખો કે જન્મ અને મૃત્યુ અટલ છે એટલે ભુતકાળ કે ભવિષ્યકાળમાં ન જીવતાં વર્તમાનમાં જીવો. કોઈપણ વાતના દુઃખને મનમાં રાખશો નહિ. ભક્તિમય જીવન જીવો. સ્થિતપજ્ઞ બનો.
એકંદરે જીવન ખુબજ સુંદર છે, એને ભરપૂર મઝાથી જીવો. માણસ જેમ બદલાય છે તેમ નિસર્ગ- કુદરત પણ બદલાતી હોય એમ લાગે છે. નિસર્ગની કેટલી તાકાત છે એ આપણે જોઈ રહ્યા છીએ. કુદરતના એક જીવાણુ એ આપણને બતાવી દીઘું છે કે પૈસા, સંપત્તિ, ગાડી, બંગલા, સોનુ કે શ્રીમંતાઈ કરતાંયે આપણું જીવન મહત્વનું છે.
“જીવ મહત્વનો છે"