જેના રોમ રોમથી ત્યાગ અને સંયમની વિલસે ધારા,
આ છે અણગાર અમારા.. (૨ વાર)
દુનિયામાં જેની જોડ જડે ના,એવું જીવન જીવનારા,
આ છે અણગાર અમારા.. (૨ વાર)
સામગ્રી સુખની લાખ હતી સ્વેચ્છાએ એણે ત્યાગી,
સંગાથ સ્વજનનો છોડીને,સંયમની ભિક્ષા માંગી (૨ વાર)
ભિક્ષાની સાથે પંચ મહાવ્રત અંતરમાં ધરનારા…
આ છે અણગાર અમારા.. (૨ વાર)
ના પંખો વીંઝે ગરમીમાં,ના ઠંડીમાં કદી તાપે,
ના કાચા જળનો સ્પર્શ કરે,ના લીલોતરી ને ચાંપે (૨ વાર)
નાનામાં નાના જીવોનું પણ સંરક્ષણ કરનારા…
આ છે અણગાર અમારા.. (૨ વાર)
જુઠું બોલીને પ્રિય થવાનો વિચાર પણ ના લાવે,
યા મૌન રહે યા સત્ય કહે,પરિણામ ગમે તે આવે (૨ વાર)
જાતે ના લે કોઈ ચીજ કદી જો આપે તો લેનારા,
આ છે અણગાર અમારા.. (૨ વાર)
ના સંગ્રહ એને કપડાનો ના બીજા દિવસ નું ખાણું,
ના પૈસા એની ઝોળીમાં,ના એના નામે ઠાણું (૨ વાર)
ઓછામાં ઓછા સાધનમાં સંતોષ ધરી રહેનારા…
આ છે અણગાર અમારા.. (૨ વાર)
जेना रोम रोमथी त्याग अने संयमनी विलसे धारा,
आ छे अणगार अमारा.. (२ बार)
दुनियामां जेनी जोड जडे ना,एवुं जीवन जीवनारा,
आ छे अणगार अमारा.. (२ बार)
सामग्री सुखनी लाख हती स्वेच्छाए एणे त्यागी,
संगाथ स्वजननो छोडीने,संयमनी भिक्षा मांगी (२ बार)
भिक्षानी साथे पंच महाव्रत अंतरमां धरनारा…
आ छे अणगार अमारा.. (२ बार)
ना पंखो वींझे गरमीमां,ना ठंडीमां कदी तापे,
ना काचा जळनो स्पर्श करे,ना लीलोतरी ने चांपे (२ बार)
नानामां नाना जीवोनुं पण संरक्षण करनारा…
आ छे अणगार अमारा.. (२ बार)
जुठुं बोलीने प्रिय थवानो विचार पण ना लावे,
या मौन रहे या सत्य कहे,परिणाम गमे ते आवे (२ बार)
जाते ना ले कोई चीज कदी जो आपे तो लेनारा,
आ छे अणगार अमारा.. (२ बार)
ना संग्रह एने कपडानो ना बीजा दिवस नुं खाणुं,
ना पैसा एनी झोळीमां,ना एना नामे ठाणुं (२ बार)
ओछामां ओछा साधनमां संतोष धरी रहेनारा…
आ छे अणगार अमारा.. (२ बार)