(રાગ : યે બંધન તો પ્યાર કા બંધન હૈ)
આ શાસન તારણહારુ,
આતમ પાવન કરનારું
જીવો નું હીત કરનારું,
આ ભવથી તારણહારુ
આ શાસન તો પ્રાણ થી પ્યારું છે,
જિન શાસન અમારું છે…
જે શૌર્ય-સરીતા વહાવે,
વળી ક્ષમા સુગંધ પ્રસરાવે,
બળ જો હો તો નિર્બળ ના,
રક્ષણ ને જે શીખવાડે…
જે વીશધર ને પણ ઠારે,
અભીમાની ને પણ વારે,
લાલચ ને જે લલકારે,
વિકરાળ કાળ પડકારે,
આ શાસન તો પ્રાણ થી પ્યારું છે,
જિન શાસન અમારું છે…
જેણે ઝીલ્યું છે રોમ-રોમ માં,
શ્વાસ-શ્વાસ માં શાસન,
હર-ઘડી હર-પળ જસ-નેત્રો માં,
જાણે થયુ અધીવાસન…
જેણે ભૌતિકતા ને ત્યાગી,
થાવા શાસન ના રાગી,
તસ ચરણે હું લાગુ છું,
ને આલંબન માંગુ છું
આ શાસન તો પ્રાણ થી પ્યારું છે,
જિન શાસન અમારું છે…
જેમ ઉદધી ઉછળે તરંગા,
જ્યા દીઠે પૂનમ ચંદા,
શાસન સેવા અવસર-દેખી,
તીમ ઉછળે આ બંદા,
નવ ગણુ તન મન ને સ્વજન ને,
નહી ધન ને નહિ જીવન ને,
એમ થાતુ ઘડી ઘડી મનને,
સવી જીવ ચહે શાસન ને
આ શાસન તો પ્રાણ થી પ્યારું છે,
જિન શાસન અમારું છે…
(राग : ये बंधन तो प्यार का बंधन है)
आ शासन तारणहारु,
आतम पावन करनारुं
जीवो नुं हीत करनारुं,
आ भवथी तारणहारु
आ शासन तो प्राण थी प्यारुं छे,
जिन शासन अमारुं छे…
जे शौर्य-सरीता वहावे,
वळी क्षमा सुगंध प्रसरावे,
बळ जो हो तो निर्बळ ना,
रक्षण ने जे शीखवाडे…
जे वीशधर ने पण ठारे,
अभीमानी ने पण वारे,
लालच ने जे ललकारे,
विकराळ काळ पडकारे,
आ शासन तो प्राण थी प्यारुं छे,
जिन शासन अमारुं छे…
जेणे झील्युं छे रोम-रोम मां,
श्वास-श्वास मां शासन,
हर-घडी हर-पळ जस-नेत्रो मां,
जाणे थयु अधीवासन…
जेणे भौतिकता ने त्यागी,
थावा शासन ना रागी,
तस चरणे हुं लागु छुं,
ने आलंबन मांगु छुं
आ शासन तो प्राण थी प्यारुं छे,
जिन शासन अमारुं छे…
जेम उदधी उछळे तरंगा,
ज्या दीठे पूनम चंदा,
शासन सेवा अवसर-देखी,
तीम उछळे आ बंदा,
नव गणु तन मन ने स्वजन ने,
नही धन ने नहि जीवन ने,
एम थातु घडी घडी मनने,
सवी जीव चहे शासन ने
आ शासन तो प्राण थी प्यारुं छे,
जिन शासन अमारुं छे…